- કોરોનાની ટેસ્ટ કિટને અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે
- ચોરી કરનાર વિદ્યાર્થી MBBSમાં અભ્યાસ કરનાર વિધાર્થી હોવાનું સામે આવ્યું
- હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો
અમદાવાદ : કોરોનાના કેસ અમદાવાદમાં સતત વધી રહ્યાં છે. કોરોનાના ટેસ્ટિંગ વધારવા ડોમ પણ વધુ ઉભા કરવામાં આવ્યા છે. કોરોનાના ટેસ્ટ માટે જે કિટ આવે છે તે અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. આવી જ રીતે ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં કિટ જથ્થો પડ્યો હતો. ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માં રાખેલી ટેસ્ટિંગ કિટના બોક્સમાં એક લાલ થેલીમાં ભરી ફરાર થઈ ગયો હતો. જોકે, હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો અને ચોરી કરનાર ગાડીનો ફોટો પાડી દીધો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડી લીધો હતો.
કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાનો આરોપ
ઘાટલોડિયા પોલીસ ગિરફતમાં રહેલ વિદ્યાર્થી મિત જેઠવાએ કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાના આરોપથી ધરપકડ કરી છે. ચોરી કરનાર વિદ્યાર્થી મિત જેઠવા NHL કોલેજમાં MBBSના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. મિત જેઠવાના પિતા મહેસાણા ONGCમાં CA તરીકે નોકરી કરે છે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ