- SG હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી પકડેલા રેમડેસીવીર ઈન્જેકશન મામલો
- સુરતથી બેMBBS ડોક્ટરો સાથે રુહી નામની મહિલાની ધરપકડ કરી
- 9 હજારમાં ખરીદી, 12 હજારમાં વેંચતા હતા
અમદાવાદઃ શહેરના SG હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી DCP ઝોન 1 સ્ક્વોડની ટીમે જય શાહ નામના આરોપીની 6 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જુહાપુરાની રુહી નામની મહિલા અને સુરતના ડોક્ટર મિલન પાસેથી ઇન્જેક્શન ખરીદ્યા હોવાનું બહાર આવતા, સોલા પોલીસે સુરતથી ડોક્ટર મિલન સુતરિયા અને ડોકટર કીર્તિ દવે સહિત જુહાપુરામાં રહેતી રુહીની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા
ડોકટર કીર્તિએ 8,500માં ખરીદી મિલનને 9,000 ભાવે આપ્યા હતા
આ મામલે સોલા PI જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી મિલન સુતરિયાની પૂછપરછ કરતા 9,500 રૂપિયામાં સુરતના જ ડોક્ટર કીર્તિ પાસેથી ખરીદી, જય શાહને 12,000ના ભાવે આપ્યા હતા. ડોકટર કીર્તિએ 8,500 રૂપિયામાં ખરીદી મિલનને 9,000 ભાવે આપ્યા હતા. ડોક્ટર કીર્તિએ આ ઇન્જેક્શન જામનગરથી ખરીદ્યા હતા. જે અંગે તપાસ ચાલુ છે. ઉપરાંત આનંદનગરની તપન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી રુહી પાસેથી જય શાહે 2 ઇન્જેક્શન ખરીદ્યા હતા અને અગાઉ 8 ઇન્જેક્શન 3,300ના ભાવે આપ્યા હતા.
બે ઇન્જેક્શન આરોપીએ તેની માતા શકુંતલા બહેનને આપ્યા હતા