ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને મૂર્તિઓ બનાવવાની મંજૂરીની માગ સાથે મેયર બંગલે વિરોધ જતાવ્યો - Gulbai Tekra Residents

આ વર્ષે મોટાભાગના જાહેર ઉત્સવ કોરોના સંક્રમણના ફેલાવને અટકાવવાના હેતુ સાથે મોકૂફ રાખવામાં આવેલાં છે ત્યારે ઘણા બધાં નાના નાના રોજગાર મેળવતાં લોકોને આર્થિક નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. જેમાં ગુલબાઈ ટેકરાના વસાહતીએ કે જેઓ ફક્ત મૂર્તિઓ બનાવીને વેચે છે તેમને માટે વ્રત તહેવારની સીઝનમાં ધંધો ન મળે તો આખા વર્ષ માટે તેમની મુશ્કેલી વધી શકે છે.જેને લઇને તેઓ પોતાનો વ્યવસાય કરવા દેવાની માગણી ઉઠાવી રહ્યાં છે.

ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને મૂર્તિઓ બનાવવાની મંજૂરીની માગ સાથે મેયર બંગલે વિરોધ જતાવ્યો
ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને મૂર્તિઓ બનાવવાની મંજૂરીની માગ સાથે મેયર બંગલે વિરોધ જતાવ્યો

By

Published : Aug 7, 2020, 6:27 PM IST

અમદાવાદઃ ગણેશ ઉત્સવને માંડ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના પગલે દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી થવાની નથી. પરંતુ લોકોને ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કહેવામાં આવ્યું છે જ્યારે અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતાં લોકો વર્ષોથી ગણપતિની મૂર્તિઓ બનાવતા આવ્યાં છે.

ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને મૂર્તિઓ બનાવવાની મંજૂરીની માગ સાથે મેયર બંગલે વિરોધ જતાવ્યો

પરંતુ આ વર્ષે જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ લોકોને ગુજરાન મળી રહે અને તેમની રોજીરોટી ચાલુ રહે તે માટે લોકો પાસેથી અહીંયા આ વિસ્તારમાં બનાવવાથી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી મૂર્તિઓ બનાવવાની મંજૂરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળી ન હોવાથી આજે મેયર બંગલાની બહાર સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને મૂર્તિઓ બનાવવાની મંજૂરીની માગ સાથે મેયર બંગલે વિરોધ જતાવ્યો

દર વર્ષે ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોની રોજગારી ઉત્સવો દરમિયાન ભક્તો સ્થાપિત કરે છે તેવી મૂર્તિઓ બનાવીને જ થતું હોય છે. આ રોજગારમાંથી જ તેમનું ગુજરાન ચાલતું હોય છે. પરંતુ આ વર્ષે જ્યારે ગણેશ ઉત્સવને માંડ પંદર દિવસ બાકી છે ત્યારે હજી સુધી તેમને મૂર્તિ બનાવવાની મંજૂરી આપવામાં આવી નથી અને તેના માટે જ તેઓ મેયર સાથે વાત કરવા માટે મેયરના બંગલા પાસે આવ્યાં હતાં અને દેખાવો કર્યાં હતાં.

ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને મૂર્તિઓ બનાવવાની મંજૂરીની માગ સાથે મેયર બંગલે વિરોધ જતાવ્યો

ABOUT THE AUTHOR

...view details