અમદાવાદ:અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ ચોમાસામાં આવતા જ કોર્પોરેશન કામગીરી લઈને સવાલ ઉભા થાય છે.આ વર્ષે પણ પ્રિ મોન્સૂન કામગીરીની(Premonsoon Operations) પોલ સામે આવી છે. બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને લઈ સવાલ પૂછતાં અમદાવાદ શહેરના મેયર મૌન જોવા મળ્યા હતા.
રોડ એન્ડ બિલ્ડીંગ ચાલુ કમિટી હલ્લા બોલ -અમદાવાદ વરસાદને કારણે અનેક જગ્યાએ ભુવા તેમજ રોડ રસ્તા ધોવાઈ જવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જેને પગલે કોર્પોરેશનના સમિતિ ખંડ(Committee Room of Ahmedabad Corporation) 1 માં ચાલતી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી(Road and Building Committee) ઘૂસીને કૉંગ્રેસે હલ્લાબોલ મચાવ્યો હતો. સમિતિ ખંડ દીવાલ પર શહેરમાં ભરાયેલા પાણી, ભુવા ફોટોગ્રાફ ચોંટાડી વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો:ચાલતી કાર અચાનક રસ્તો ફાડી થઈ ગરક, જૂઓ દ્રશ્યો
કોર્પોરેશનની બેદરકારીને કારણે જનતા મુશ્કેલમાં -પ્રિ- મોન્સૂન કામગીરી સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી હતી. સાથે શહેરમાં વિકાસના નામે આડેધડ ખોદકામ કરવાથી શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી માત્ર 1 ઈંચ જેવા વરસાદમાં શહેરમાં ઘુંટણસમા પાણી ભરાઈ જવાના કિસ્સા જોવા મળી રહી રહ્યા છે. પ્રાઇવેટ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ પ્લાનિંગ વિના કામો કરવામાં આવે છે.તે કામો પણ ભ્રષ્ટાચાર મોટા થાય છે. તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.