ગુજરાત

gujarat

ETV Bharat / city

Mauritius PM Gujarat Visit: પ્રવિંદ જુગનાથ આજે રાજકોટના પ્રવાસે, રાજકોટ આવનારા મોરેશિયસના પ્રથમ PM - મોરેશિયસના વડાપ્રધાનનો રાજકોટમાં રોડ શૉ

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ રવિવારથી એક સપ્તાહ માટે ભારતના પ્રવાસે (Mauritius PM Pravind Kumar Jugnauth India Visit) પહોંચ્યા છે. ત્યારે તેઓ આજે (સોમવારે) બપોરે મુંબઈથી રાજકોટ (Mauritius PM Gujarat Visit) આવશે. અહીં બપોરે રોડ શૉ (Road show of the Mauritius PM in Rajkot), ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Mauritius PM Gujarat Visit: પ્રવિંદ જુગનાથ આજે રાજકોટના પ્રવાસે, રાજકોટ આવનારા મોરેશિયસના પ્રથમ PM
Mauritius PM Gujarat Visit: પ્રવિંદ જુગનાથ આજે રાજકોટના પ્રવાસે, રાજકોટ આવનારા મોરેશિયસના પ્રથમ PM

By

Published : Apr 18, 2022, 11:09 AM IST

અમદાવાદઃ મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ અત્યારે એક સપ્તાહ માટે ભારત પ્રવાસે (Mauritius PM Pravind Kumar Jugnauth India Visit) આવ્યા છે. તેઓ આજે (સોમવારે) બપોરે મુંબઈથી રાજકોટ (Mauritius PM Gujarat Visit) આવશે. આ સાથે જ મોરેશિયસના કોઈ વડાપ્રધાન પહેલી વખત રાજકોટ આવી (Pravind Jugnauth The first Prime Minister of Mauritius to visit Rajkot) રહ્યા છે. તો અહીં રોડ શૉ (Road show of the Mauritius PM in Rajkot), ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે આવશે અમદાવાદ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM

જામનગરના કાર્યક્રમમાં મોરેશિયસના PM રહેશે ઉપસ્થિત -જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંગળવારે ટ્રેડિસન મેડિસીન રિસર્ચ સેન્ટરના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે, જેમાં મોરેશિયસના વડાપ્રધાન પણ (Mauritius PM Gujarat Visit) ઉપસ્થિત રહેશે. આયૂષ મંત્રાલય દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અહીં કેન્દ્રિય પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો-PM Modi Jamnagar Visit: જામનગરમાં PM મોદીના કાર્યક્રમ માટે ઊભા કરાયા વિશાળ ડોમ, એકસાથે 2,000 લોકો બેસી શકશે

મોરેશિયસ PMનો રાજકોટમાં રોડ શૉ -મોરેશિયસના વડાપ્રધાન સોમવારે રોડ શૉ બાદ (Road show of the Mauritius PM in Rajkot) કાલાવાડ રોડ પર આવેલા એક રિસોર્ટમાં રાત્રિ રોકાણ કરશે. અહીં રાજકોટના સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તો મંગળવારે બપોરે 2 વાગ્યે તેઓ હવાઈ માર્ગે જામનગર પહોંચશે. જોકે, આ પહેલા તેઓ સવારે રાજકોટથી સોમનાથ મહાદેવના દર્શને જાય તે માટે કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details