અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Road Show in Ahmedabad ) ત્રણ દિવસના પ્રવાસના આજના બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કર્યો હતો. જયારે મોરિશિયસના વડાપ્રધાન (Mauritius PM Gujarat Visit) લગભગ 35 મિનિટ મોડા આવ્યાં હતાં.
વડાપ્રધાન મોદીનો રોડ શો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી (PM Road Show in Ahmedabad ) ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો કર્યો હતો. જયારે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ (Mauritius PM Gujarat Visit) લગભગ 35 મિનિટ મોડા આવ્યા હતાં.જેથી તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupenra Patel with Mauritius PM ) રોડ શોમાં જોડાયા હતાં. રોડ શોમાંં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી નિહાળી હતી.
પીએમ મોદી મોરેશિયસના પીએમને જામનગરમાં ગળે મળ્યાં હતાં હાથમાં તિરંગો રાખી બાળકોએ મોદીજીને આવકાર્યા - ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Road Show in Ahmedabad ) એક ઝલક જોવા માટે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નાના બાળકો બપોરના તડકામાં જ પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા હતાં. એટલું જ નહીં સાંજ સુધી રોકાઈ પીએમ નરેન્દ્ર મોદીને આવકારવા હાથમાં ભારતનો ધ્વજ રાખ્યો હતો. વડાપ્રધાન આવતાં જ રાષ્ટ્રધ્વજ ફરકાવી આવકાર્યા હતાં.
આ પણ વાંચોઃ Mauritius PM Gujarat Visit : રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનો રોડ શો, ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું
ભરત ભરેલી છત્રી બની આકર્ષણનું કેન્દ્ર-એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો માટે (PM Road Show in Ahmedabad ) 30 સ્ટેજ બનાવમાં આવ્યા હતા. જેમાં 14 સ્ટેજ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અને 16 સ્ટેજ ગુજરાત રમતગમત વિભાગ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં.જેમાં ભારતની સંસ્કૃતિની ઝાંખી જોવા મળી આવતી હતી. આ સ્ટેજ પર ભરતનાટ્યમ, કથકલી, કથક, રાસ જેવા નૃત્ય કરવામાં આવી રહ્યા હતાં. પણ આ બધા વચ્ચે સાણંદના મોતીપુરા આવેલ રાસ મંડળી ભરત ભરેલી છત્રી લઈને આવેલ 50 જેટલા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
રોડ શોમાં દેશભક્તિ ગીત ગુંજ જોવા મળી - એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી 30 જેટલા સ્ટેજ પાસે સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી હતી જેમાં દેશભક્તિના ગીત વગાડવામાં આવી રહ્યા હતાં.
આ પણ વાંચોઃ Mauritius PM Gujarat Visit: પ્રવિંદ જુગનાથ આજે રાજકોટના પ્રવાસે, રાજકોટ આવનારા મોરેશિયસના પ્રથમ PM
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ -વડાપ્રધાન ત્રણ ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit 2022 )છે.તેમણે આજે સવારે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે સાથે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન જામનગર જવા નીકળ્યા હતાં. જ્યાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે પણ મુલાકાત કરી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડીસીનનો વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરી રાજભવન જવા રવાના થયાંં હતાં.