ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં શ્યામલ વિસ્તારની બિલ્ડીંગમાં વિકરાળ આગ, ફાયરની 6 ગાડીએ મેળવ્યો કાબૂ - fire brigade brought fire control in Ahmedabad

અમદાવાદના શિવરંજની વિસ્તારના શ્યામલમાં ભીષણ આગ લાગી હતી(massive fire in shivranjani area of ahmedabad). આઇકોનીક બિલ્ડિંગમાં 12માં માળે આગ(Fire on 12th floor of iconic building in Ahmedabad) લાગતા ફાયરે વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો(fire brigade brought fire control in Ahmedabad).

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વિકરાળ આગ
અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વિકરાળ આગ

By

Published : Sep 19, 2022, 6:12 AM IST

Updated : Sep 19, 2022, 7:42 AM IST

અમદાવાદ : શહેરના શિવરંજની વિસ્તારમાં અચાનક વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી(massive fire in shivranjani area of ahmedabad). શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ શ્યામલમાં આગ લાગવાની ઘટનાના મેસેજ ફાયરને મળતા ઉચ્ચ અધિકારીઓ સાથે ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો(fire brigade brought fire control in Ahmedabad).

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં વિકરાળ આગ

12મા માળે ભીષણ આગ શ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં અચાનક 12માં માળે(Fire on 12th floor of iconic building in Ahmedabad) ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આગ લાગી હતી. ઘટનાની જાણ થતા અમદાવાદ શહેર ફાયર બ્રિગેડની સાથે જ 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો હતો.

લોકોના કરાયા રેસક્યું આગ કોમ્પ્લેક્સના 12માં માળે લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. 12માં માળે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી ધુમાડો અને આગની લહેરો જોવા મળી રહી હતી. આગને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની જાણ થતા જ આસપાસમાં મોટી સંખ્યમાં ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો.

Last Updated : Sep 19, 2022, 7:42 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details