ગુજરાત

gujarat

ETV Bharat / city

શહેરના બિઝનેસ વુમને બનાવ્યું મેરિકો-19 મોડલ, જાણો શું છે વિશેષતાઓ

દેશ સાથે સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં લોકડાઉન થઈ ગયું છે. ટ્રેન, બસ, મોટરસાયકલ, જેવા પ્રદુષણ ઓકતા વાહનો થંભી ગયા છે. પાણીને અને હવાને પ્રદૂષિત કરતા ઉધોગ ઉપર પણ જાણે કુદરતે બ્રેક મારી દીધી છે. આ લોકડાઉન માત્ર માનવ માટે જ લાગ્યું છે એ ખીલેલી કુદરતનો નજારો જોઈને લાગી રહ્યું છે. પંખીઓના કલરવમાં જાણે લોકડાઉનના બદલે ગળાના લોક ઓપન થઈ ગયા તેવા મીઠા ટહુકાઓ સવાર સાંજ ગુંજી રહ્યા છે. વહેલી સવારની હવા શુદ્ધ, મધુર પક્ષીઓના કલરવ, પાણીઓ કાચ જેવા ચોખ્ખા થઈ ગયા છે. ત્યારે શહેરના બિઝનેસ વુમન શિલ્પા ચોકસીએ મેરિકો-19 મોડેલ બનાવ્યું છે.

By

Published : Apr 21, 2020, 1:49 PM IST

Updated : Apr 21, 2020, 8:27 PM IST

મેરિકો-19
શિલ્પા ચોકસી

અમદાવાદઃ આજે જ્યારે મેરીકો-19 મોડેલ બનાવવા બેઠી છું, ત્યારે ખૂબ જુદા જુદા વિચારો મગજમાં ચાલી રહ્યા છે. કેમ મોડેલ બનાવવું જરૂરી લાગ્યું. તો આનો જવાબ છે, આટલી મોટી વૈશ્વિક મહામારી ફેલાઈ છે કે, વખત જતાં ભુલાઈ જશે માણસની મેમરી ખૂબ જ શોખ હોય છે, તે પાછું બધું થાળે પડી જતા દોડતો અને ભાગતો થઇ જશે. પાછો ભૂલી જશે કે, નીચેની વિરુદ્ધ જવાનું પરિણામ આખી દુનિયાને કેવું ભોગવવું પડયું હતું. કેટલાય લોકોએ પોતાના પ્રિયજનો ખોયા કેટલાય દેશો બરબાદ થઈ ગયા, ઇકોનોમી ખલાસ થઈ ગઈ આટલી મોટી વસ્તુ છે. ભૂલી જઈશું તો પાછો આનો શિકાર થવું પડશે આપણા હાથમાં કંઈ જ નથી એક નાનો રસ્તો આખા વિશ્વને હંફાવતો હોય તો સાચે જ મનુષ્ય ગમે તેટલું આગળ વધ્યો હોય ભલે ને ચંદ્ર પર જઈને જમીનનો સોદો કરી આવ્યો હોય પણ એ એક ઇંચ જેટલા વાઈરસની સામે પાંગળો બની ગયો છે. ખરાબ વસ્તુને યાદ ન રાખવી જોઈએ એ બરાબર છે. પણ આ તો શીખ છે માણસ માટે કે નજર જોડે લડવાનું ના હોય અત્યારે લોકડઉનમાં આપણી પાસે ટાઈમ છે ત્યારે આપણે ફ્યુચરમાં ચરજ ને બચાવવાના પગલાં પણ કેવી રીતે લેવા તેનો વિચાર કરવો જોઈએ.

શહેરના બિઝનેસવુમને બનાવ્યું મેરિકો-19 મોડલ, જાણો શું છે વિશેષતાઓ
શું છે આ મેરીકો-19 મોડલMARICO-19 મોડલમાં અંદરની સાઇડ આખા વિશ્વનો નકશો છે. જેની ઉપર કાંટા સ્વરૂપે કોવિડ -19 વાઈરસ રહ્યો છે. બહારના કાંટાએ દર્શાવી રહ્યા છે કે, કેવી રીતે આ વાઇરસ વધુને વધુ સ્પ્રેડ થતો જાય છે. વિશ્વની અંદર જ્યારે આ મહામારી ફેલાઈ રહી છે, ત્યારે સૌથી આઉટર સ્પેસમાં નેચર બતાવ્યું છે. જે ખૂબ ખુશ છે તેમને પહેલી વાર લાગી રહ્યું છે કે, તમને જગ્યા મળી છે અને શ્વાસ લેવા, ફરવા, ખીલવા અને મહેક માટે જગ્યા મળી છે. માનવીઓ ભૂલી ગયા છે કે, નહીં ધરતી પર જેટલો હક તેમનો છે તેટલો જ હક પશુ-પક્ષી, જળચર પ્રાણીઓ, ફુલો કે પતંગિયાઓનો પણ છે. અત્યારે નેચર હવા પાણી નદી બધું મહેકે છે. કારણ કે માનવીઓ પૂરાઇ ગયા છે એટલે જ પ્રાણીઓ રસ્તા પર ફરી રહ્યા છે અને આ જ છે કુદરતનો કરિશ્મા આ મેરીકો -19 મોડલમાં વિશ્વની બીમારીને જીવંત રાખી જીવનના મૂલ્યો કદી ન ભૂલવા તે એક આપે છે વર્ષો પછી કે સદીઓ પછી પણ આ મોડેલથી વિશ્વની મહામારીને યાદ કરી જીવનના મૂલ્યો પ્રત્યે સભાન રહેશે એવી આશા સાથે આ મોડલ બનાવ્યું છે.
Last Updated : Apr 21, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details