ગુજરાત

gujarat

ETV Bharat / city

યુનિવર્સિટી પાસે એસ્પાયર અગેઈન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર - અમદાવાદ ફાયર વિભાગ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી એસ્પાયર 2 બિલ્ડીંગની અચાનક જ લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત થયા છે. જોકે, ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Gujarat University, Building life collapse, Ahmedabad Fire Department.

યુનિવર્સિટી પાસે એસ્પાયર અગેઈન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર
યુનિવર્સિટી પાસે એસ્પાયર અગેઈન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

By

Published : Sep 14, 2022, 12:32 PM IST

Updated : Sep 14, 2022, 9:11 PM IST

અમદાવાદગુજરાત યુનિવર્સિટી (Gujarat University ) પાસે આવેલી એસ્પાયર 2 બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન (Aspire two building construction) કામ ચાલી રહ્યું હતું. તે જ દરમિયાન અહીં અચાનક લિફ્ટ (Building life collapse) તૂટી પડી હતી. તેના કારણે 7 શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ મૃતકોના મૃતદેહને વી. એસ. હોસ્પિટલ (VS Hospital ) ખસેડવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી પાસે એસ્પાયર અગેઈન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

આ શ્રમિકોના થયા મોતસંજય બાબુભાઈ નાયક, ​​​​​​​​જગદીશ રમેશભાઈ નાયક, અશ્વિન સોમાભાઈ નાયક​​, મુકેશ ભરતભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજ શંકરભાઇ ખરાડી.

એસ્પાયર અગેઈનના ભાગીદારોના નામભરત ઝવેરી, જગદીશચંદ્ર કાલિયા, પલ્લવી કંસારા, રમેશચંદ્ર કાલિયા, રાહુલ કાલિયા, કૈલાશચંદ્ર કાલિયા, નિલેશ કાલિયા, આશિષ શાહ, નીતિન સંઘવી, ભરત ઝવેરી, પારુલ ઝવેરી, વિપુલ શાહ.

સવારની ઘટના એસપાયર 2 નામની બિલ્ડીંગમાં સવારે 9.30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. અહીં ઘોઘમ્બા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. તે જ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી (Aspire Again building construction) પડતાં તે તમામ શ્રમિકો નીચે પટકાયા હતા.

સવારની ઘટનાયુનિવર્સિટી પાસે એસ્પાયર અગેઈન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

મીડિયા દ્વારા ફાયર વિભાગને થઈ જાણ આ અંગે ફાયર બ્રિગેડના (Ahmedabad Fire Department) અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની અમને કોઈ જાણ કરવામાં નહતી આવી, પરંતુ મીડિયા અને મિત્રોના માધ્યમથી આ દુર્ઘટનાની જાણ થઈ હતી. એટલે અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, અહીં બિલ્ડીંગનો એક પણ જવાબદાર વ્યક્તિ જોવા મળ્યો નથી.

Last Updated : Sep 14, 2022, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details