ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 69 લોકોના મોત - Chief Minister will visit the areas

રાજ્યભરમાં વરસાદે તાંડવ (Monsoon Gujarat 2022 )મચાવ્યો છે. અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણમાં ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા(Rain In Gujarat ) બન્યા છે. આ સાથે જ, શહેરોમાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં આ સિઝનના વરસાદ દરમિયાન અનેક લોકોના મોત નિપજ્યા છે, જેને લઈને સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

Many people died due to rain RAIN IN GUJARAT Update
Many people died due to rain RAIN IN GUJARAT Update

By

Published : Jul 12, 2022, 11:55 AM IST

Updated : Jul 12, 2022, 3:38 PM IST

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદે કોહરામ મચાવ્યો (Heavy Rain in Gujarat) છે. અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. સરકારી આંકડા મુજબ, 1 જૂનથી 11 જુલાઈ સુધી ભારે વરસાદમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે 69 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 272 પશુઓના મૃત્યુ પણ વરસાદના કારણે ગાંધીનગર ઈમરજન્સી સેન્ટર (Gandhinagar Emergency Center) ખાતે નોંધાયા છે.

અસરગ્રસ્ત વિસ્તારો

મુખ્યપ્રધાન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પર -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel)રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પર જવાના છે. બપોરે 1:30 વાગ્યે હવાઇ માર્ગે મુખ્યપ્રધાન રવાના થશે. મુખ્યપ્રધાન બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ (CM will visit the areas)સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓનું ધોવાણ થતાં કેટલાક ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે.

હજારો લોકોનું સ્થાળાંતર : રાજ્યમાં રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદને(Rain News Gujarat ) કારણે હજૂ પણ જે જિલ્લાઓ એલર્ટ પર છે, તેવા જિલ્લા કલેક્ટર સહિત અનેક બચાવ ટિમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, છોટા ઉદેપુર, વલસાડ સહિતના વરસાદી એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં કુલ 18 SDRF અને 18 NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં 27,896 નું સ્થાળાંતર અને 18225 નાગરિકો કેમ્પમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદની સર્વેની કામગીરીની આજ (મંગળવાર) સાંજ સુધી શરૂ કરવામાં આવશે.

દરિયા કાંઠાના વિસ્તારોમાં આગાહી : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી, સરકારે આગાહીને પગલે લોકોને ચેતવણી પણ આપી છે. જેમાં, માછીમારોને 1 જુલાઇ થી 31 જુલાઇ સુધી દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. આગાહીને પગલે આગામી 2 દિવસોમાં 44 થી 55 કિમીની ગતીએ પવન ફૂંકાઈને શકે છે. આ સાથે જ, દ્વારકા, પોરબંદર, ભાવનગર, સોમનાથ અને ગુજરાતના દરિયા કિનારેના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સૂરત, તાપી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃRain in Navsari: શહેરમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ક્યારે કરશે કામગીરી?

રસ્તાઓ ધોવાતા બસના રૂટ બંધ : વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે. આથી, રાજ્યમાં 73 બસના રૂટ બંધ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભારે તબાહીને કારણે 15 સ્ટેટ હાઇવે, 12 પંચાયત માર્ગ બીજા અન્ય 339 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કચ્છમાં નૅશનલ હાઇવે-1 બંધ કરવામાં આવ્યો છે.

124 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ : આ સાથે જ, 124 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. આ અંગે તંત્રએ જણાવ્યું હતું કે, 100થી વધુ ગામોને સાંજ સુધીમાં વીજળી પહોંચાડવામાં આવશે. જેમાં, છોટાઉદેપુર, નખત્રાણાના ગામોમાં વીજળી સાંજ સુધીમાં પહોંચાડવા ખાતરી આપવામાં આવી છે. જો કે, 19 ગ્રામ્ય વિસ્તારોમાં હજુ 2 દિવસ લાગશે.

કેટલા રસ્તાઓ બંધ - રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે હજારો નાગરિકોના સ્થળાંતર (Monsoon Gujarat 2022)કરવામાં આવ્યા છે. છોટા ઉદેપુર વલસાડ અને નવસારીમાં 8,000થી વધુ લોકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળો પર રાખવામાં આવ્યા છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે તે લોકોની જમવાની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યાં આગળ ખૂબ પાણી ભરાયા છે અને રોજીંદી આવક ગુમાવી છે તેવા લોકો માટે નુકસાનીના સર્વે બાદ તરત જ તંત્ર કાર્યવાહી કરીને કેશડોલ ચૂકવવામાં આવશે. જ્યારે રાજ્યમાં 33 રાજ્ય કક્ષાના એક નેશનલ હાઇવે અને 356 જેટલા પંચાયત હસ્તકના રસ્તા (Road Closed due to Rain) સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃક્યાંક નદીની નજીક ન જવા આદેશ, તો ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા

તમામ કલેકટરને સૂચના - રાજેન્દ્ર ત્રિવેદી વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લા કલેકટરને વરસાદને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ સૂચના પણ આપવામાં આવી છે કે કોઈપણ પબ્લિકને તકલીફ ન પડવી જોઈએ. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel ) પણ આરિપોર્ટ સોંપવામાં (Monsoon Gujarat 2022) આવ્યો છે. ગત મોડી રાત્રે પણ ભૂપેન્દ્ર પટેલે ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લીધી હતીય લોકો સજાગ રહે તંત્રની સૂચનાનું પાલન કરે તેવી અપીલ પણ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.

હજુ ક્યાં પડી શકે છે વરસાદ -હવામાન વિભાગની આગાહી (Weather Department Forecast) પ્રમાણે હજુ આવનારા દિવસોમાં આવનારા કલાકોમાં પોરબંદર, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને સપાટીના પવન સાથે હળવું વાવાઝોડું કે જે 30 થી 40 પ્રતિ કિલોમીટરના ઝડપથી મધ્યમ વરસાદની (Rain Forecast in Gujarat) સંભાવના છે. જ્યારે આગામી ત્રણ કલાક દરમિયાન ગાંધીનગર, આણંદ, અમદાવાદ, (Rain in Ahmedabad ) બરોડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, કચ્છ, ડાંગ જેવા જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે સુરત, નવસારી, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, દીવ, અમરેલી, જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Last Updated : Jul 12, 2022, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details