ગુજરાત

gujarat

ETV Bharat / city

budget 2022 : ભારત સરકારે આગામી 25 વર્ષને અનુલક્ષીને બજેટ કર્યું રજૂ : મનસુખ માંડવીયા - આઝાદીના 75 વર્ષ

બજેટ ઉપર(budget 2022) દેશના લોકોને સમજણ આપવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનોને આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બજેટને લઈને સંબોધન(Mansukh Mandviya's statement regarding budget) કર્યું હતું.

budget 2022
budget 2022

By

Published : Feb 13, 2022, 5:23 PM IST

અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા9Union Health Minister Mansukh Mandvia) જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ તે અમૃત કાળનું બજેટ(budget 2022) છે. લાંબા સમયને ધ્યાનમાં રાખીને આ બજેટ આપવામાં આવ્યુ છે. ભારત આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યું છે. આઝાદીના 100 વર્ષે ભારત કેવું હોય તે વાતનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સમસ્યાઓ જેમ કે, વર્ચ્યુઅલ કરન્સીને લઈને પણ સરકારે આંખ આડા કાન કર્યા નથી. તેની ઉપર પણ સરકાર ફોકસ કરી રહી છે. સામાન્ય રીતે દેશની વર્તમાન જીડીપીના કરતા બજેટ 09 થી 10 ટકા જેટલું હોય છે. 05 ટ્રીલીયન ડોલરની જીડીપી માટે સરકાર ખર્ચ વધારશે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ અંગે પણ બજેટમાં વિચારાયું છે.

budget 2022

લોજીસ્ટિક ખર્ચ ઘટાડવો જરૂરી

સરકાર લોજીસ્ટિક ખર્ચ ઘટાડવા લોજીસ્ટિક પાર્ક સ્થાપી રહી છે. વિશ્વભરમાં લોજીસ્ટિક ખર્ચ 09 ટકા જેટલો છે. જ્યારે ભારતમાં 14 ટકા જેટલું લોજિસ્ટિક ખર્ચ છે. સરકાર દર વર્ષે 7.5 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રકચર પર ઈન્વેસ્ટ કરી રહી છે. ગતિશક્તિ એટલે ગતિને શક્તિ આપતું બજેટ. આપણો દેશ હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપવાની દિશામાં પણ આગળ વધી રહ્યો છે.

વિશ્વમાં રસીકરણમાં ભારત આગળ

સરકારે કોરોનાવાયરસ ઉપર શરૂઆતથી જ કામ કર્યું છે. ભારતે જાતે કોરોનાની રસી બનાવી છે. પહેલા આપણે બીજા દેશો પર રસી માટે આધારિત હતા. રસીકરણને કારણે જ આપણે કોરોનાની ત્રીજી લહેરથી બચી શક્યા છીએ. ભારતમાં 96 ટકા લોકોએ રસીનો ફર્સ્ટ ડોઝ અને 77 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. વિશ્વના અન્ય દેશો કરતાં ભારત આગળ છે.

ભારતમાં દવાઓનું ઉત્પાદન વધ્યુ

દરેક ઘર પાસે પાયાની સુવિધા ઉપલબ્ધ હોય તેવું સરકાર ઈચ્છી રહી છે. ઉત્પાદન વધશે તો રોજગારી પણ વધશે, સરકાર ઉત્પાદન વધારવા સરકાર કટિબદ્ધ છે. પહેલા દવાઓ બનાવવા માટે રો મટીરીયલની આયાત કરવી પડતી હતી. પરંતુ હવે આવા રો-મટિરિયલનું દેશમાં જ ઉત્પાદન થઈ રહ્યું છે. તેની ઉપર જે કોઈ પણ ખર્ચો થાય છે, તે સરકાર આપે છે. આવી 53 દવાની ઓળખ કરાઇ છે. સરકાર દ્વારા 04 લાખ કરોડની સહાય આપવામાં આવી છે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન

દેશમાં ઇન્વેસ્ટમેન્ટ આવે તે માટે ઓનલાઇન બધી જ માહિતી ઉપલબ્ધ છે. ડેટાનું મહત્વ જાણીને સરકાર તેને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગણીને બેંક સહાય મળે તે માટે પણ કાર્ય કરી રહી છે. હાઈવે રોડ માટે આગામી 25 વર્ષનું પ્લાનિંગ થાય છે. સ્ટાર્ટઅપને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આજે ડિફેન્સ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા આવ્યું છે.

મેડિકલ ક્ષેત્રે કામ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર ટેલિમેડીસીન લાવી છે. ટેલિમેડીસીન થકી આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટરો સાથે ઓનલાઇન જોડાઈને દર્દીને જરૂરી માહિતી અને તબીબી નિદાન આપી શકશે. આ ઉપરાંત મેન્ટલ હેલ્થ પર કાર્ય કરવામાં આવી રહ્યુ છે. કોરોના બાદ દેશમાં 10 ટકા લોકોની મેન્ટલ હેલ્થ પ્રભાવિત થઈ હતી. જોકે મનસુખ માંડવીયા માધ્યમો દ્વારા દેશમાં રોજગારી અને અને ભરતીને લઈને પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપી શક્યા નહોતા. આ ઉપરાંત ગુજરાતમાં પાંચ વર્ષથી નીચેના બાળકો અન્ડરવેઇટ છે. તે અંગે પણ તેમને ફક્ત પોષણ ચાર્ટ બનાવાશે તવો જવાબ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details