- સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર શરૂ
- કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો પરિવારવાદનો આક્ષેપ
- કોંગ્રેસ પર લાગતા આવ્યા છે વંશવાદના આક્ષેપો
ભાજપમાં પરિવારવાદ ફૂલ્યો ફાલ્યો છે
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ-કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ લગાડવો શરૂ કર્યો છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર પરિવારવાદનો આક્ષેપ કર્યો છે.
ભાજપ નેતાઓ પુત્ર માટે માંગી રહ્યા છે ટિકિટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર સતત આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ પોતાના પુત્ર અને પોતાના નજીકના મુરતિયાઓ માટે દાવેદારી નોંધાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે હવે સીધો જ ભાજપ પર આક્ષેપ કર્યો છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ભાજપના સિનિયર નેતાઓ પોતાના પુત્ર સતત રજૂઆત કરી રહ્યા છે. આ નેતાઓ પોતાના પુત્રને ટિકિટ આપવા માગે છે.