કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય જે ભાષામાં વાત કરી એ નવું નથી. ભાજપની આજ રીત છે. અસામાજિક તત્વોનો ઉપયોગ કરી ડરનો માહોલ ઉભો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાને આ અંગે જવાબ આપવો જોઇએ.
મધુ શ્રીવાસ્તવના વીડિયો અંગે કોંગ્રેસે શું કહ્યું?, જુઓ વીડિયો - madhu shrivastav
અમદાવાદઃ ભાજપના દબંગ નેતા અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારોને ડરાવતો વીડિયો વાયરલ થયો છે અને જો મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ તેવી ધમકી આપી રહ્યા છે. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ પોતાની ગુંડાદર્દી માટે બદનામ થઈ ચૂક્યા છે અને વધુ એકવાર દાદાગીરી કરીને મત માંગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે મધુ શ્રીવાસ્તવના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને ચૂંટણી પંચ મધુ શ્રીવાસ્તવ સામે સુઓમોટો કરી કેસ દાખલ કરે તેવી માંગ કરી છે.
ડિઝાઈન ફોટો
મધુ શ્રીવાસ્તવ જે ભાષા બોલી રહ્યા છે એ ભાજપની ભાષા છે. ભાજપ આવી ભાષાથી ચૂંટણી જીતવા નીકળી છે, પણ મતદારો તેમને જવાબ આપશે.