અમદાવાદઃ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કોઈપણ બાબતે પૂછવામાં આવે તો તેમને કોઈ વસ્તુની ખબર હોતી જ નથી. ગુજરાતના વિદ્યાર્થીઓની અંગેની માહિતી પૂછવામાં આવે તો પોતે જાણતા નથી તેઓ જવાબ આપે છે. શિક્ષકોને વિજય રૂપાણી પૂછે ધોરણ-10માં કેટલા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થયા તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા તેની તેમને કોઈ વાતની ખબર હોતી નથી, શિક્ષકોના 4200 ગ્રેડ પે મુજે પ્રશ્ન પૂછ્યો તો નીતિન પટેલને કોઈ વાતની ખબર નથી જેને લઈ સરકારને આડે હાથે લીધી હતી.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઉડાવી CM વિજય રૂપાણીની મજાક - mane khabar nathi
ગુજરાત સરકાર અને મુખ્યપ્રધાન પર કટાક્ષ કરતો હેશટેગ "મને ખબર નથી"નો ટ્રેન્ડ સોશિયલ મીડિયા અને ટ્વિટર પર જોરદાર જામ્યો હતો. જેને લઇ ભાજપનું આઈટી સેલ પણ સક્રિય થયું હતું અને યુવા મોરચાએ હેશટેગ "પાકી ખબર છે મને" ટ્રેન્ડ શરૂ કર્યું છે. જેને લઇ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સરકારને આડે હાથ લેતા કેટલાક આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઉડાવી CM વિજય રૂપાણીની મજાક
જો કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જે તમામને ભૂલીને ક્યાંક બન્ને પક્ષઓ પક્ષાપક્ષી વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં "મને ખબર નથી" અને "પાક્કી ખબર છે મને" બંને હેશટેગનો ટ્રેન્ડ જોરદારનો જામ્યો છે. તે બાબત ખૂબ જ સ્પષ્ટ છે.