કોરોના વિસ્ફોટ વચ્ચે આજથી અમદાવાદમાં મેંગો ફેસ્ટિવલ શરૂ
રાજ્યમાં સૌથી વધુ કોરોના સંક્રમણ અમદાવાદમાં છે જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજીતરફ કોર્પોરેશન દ્વારા કેરી ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંદર દિવસ માટે કેરીઓનું વેચાણ શરૂ થયું છે.
અમદાવાદ: હાલ કોરોના વાયરસના કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લૉક ડાઉન ચારમાં પણ અમદાવાદમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેરીના વેચાણ અને પ્રોત્સાહન આપવા કેરીના વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં .છે કોરોના સંક્રમણને અટકાવવા માટે કાલે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાનેથી રિવરફ્રન્ટ ખાતે બેઠક મળી હતી જેમાં કેરી ઉત્પાદન કરતા ખેડૂતો તેમની કેરીના પાકનું વેચાણ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજથી પંદર દિવસ સુધી સવારે 8 થી ચાર વાગ્યા સુધી કેરીનું વેચાણ શરૂ કરી શકાશે.