માણેકચોક બજારનો સમય 2 કલાક ઘટાડી સવારે 10થી 5નો કરવામાં આવ્યો - ahmedabad manekchowk news
દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદમાં પણ કોવિડ-19નો વ્યાપ વધ્યો છે. પૂર્વ વિસ્તારમાં લોકો વધારે સંક્રમિત થયા હતા. ત્યારે અમદાવાદનું ખાસ ગણાતું માણેકચોક સોના-ચાંદી બજારનો સમય 2 કલાક ઘટાડવામાં આવ્યો છે.
અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદમાં પણ કોવિડ-19નો વ્યાપ વધ્યો છે. પૂર્વ વિસ્તારમાં લોકો વધારે સંક્રમિત થયા હતા. ત્યારે અમદાવાદનું ખાસ ગણાતું માણેકચોક સોના-ચાંદી બજારનો સમય 2 કલાક ઘટાડવામાં આવ્યો છે. નવો સમય સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તેમજ 70 વર્ષથી વધારે વયની વ્યક્તિને બજારમાં નહીં પ્રવેશવા માટે કહેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. પરંતુ ગીચ વિસ્તારમાં સંક્રમણ ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે. માણેકચોક માર્કેટ એ ગીચ વિસ્તારમાં આવેલું છે. જેના પગલે ભીડ થાય તો સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે. તેના માટે જ માણેકચોક સોના-ચાંદી અસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, બજારનો સમય 2 કલાક ઘટાડવામાં આવે તેમજ કોઈપણ દુકાનમાં જ્યારે ગ્રાહક પ્રવેશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરનું પૂરતું ધ્યાન રાખવામાં આવે.