- લાખો રૂપિયાનો વીમો હોવા છતા સિવિલમાં લઈ રહ્યા છે સારવાર
- અમદાવાદ સિવિલમાં ડૉક્ટર્સ ખડે પગે સારવાર માટે
- અમદાવાદ સિવિલમાં 852 દર્દીઓની સારવાર કરવામાં આવી
અમદાવાદ: નડીઆદ તાલુકામાં વસતા વિલાસ આંબેટકર ખાનગી વિમા કંપનીમાં મદદનીશ ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓને 20 મી એપ્રિલે કોરોનાથી સંક્રમિત થય હતા અને નડીઆદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર મેળવી હતી. કોરોનાની સારવાર દરમિયાન તેઓને લાંબા સમય સુધી ઓક્સિજન પર રાખવા પડ્યા અને રેમડેસીવીર તેમજ અન્ય દવાઓની સારવારથી તેઓ સાજા થયા હતા.
મ્યુકરમાઈકોસિસનુ નિદાન
15 મી મે ના રોજ માથામાં અને આંખની આજુ-બાજુના ભાગમાં એકાએક દુખાવો થતા તેમજ સોજા આવતા તેઓ ચિંતીત બન્યા હતા અને 16મી મેના રોજ ખાનગી તબીબ સાથે પરામર્થ કરીને તેઓએ બ્રેઇનનું MRI (Magnetic resonance imaging) કરાવ્યું હતું, જેમાં કંઇક શંકાસ્પદ જણાઇ રહ્યું હતુ. તેઓએ ENT(Ear Nose Throat) તબીબને રીપોર્ટ દેખાડતા અને પ્રાથમિક લક્ષણો અંગેની વિગતવાર માહિતી આપતા તબીબ દ્વારા એન્ડોસ્કોપી કરવામાં આવી હતી, જેમાં સાયનસના ફંગસ હોવાનું નિદાન થયું હતું. વિલાસભાઇને અગાઉથી ડાયાબિટીસ, થાયરોઇડ અને આર્થરાઇટીસ જેવી બિમારી હોવાથી તેઓ મ્યુકરમાઇકોસીસને લઇ ચિંતીત બન્યા અને ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકરમાઇકોસીસની સમગ્ર સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓમાં વધારો, સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ