- માધુપુરા વિસ્તારમાં સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા યુવાને કરી આત્મહત્યા
- પત્ની સાથે બોલાચાલી બાદ યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
- સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા આ યુવાને ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી
અમદાવાદ : માધુપુરા વિસ્તારમાં આવેલી યોગેશ સોસાયટીમાં રહેતા કુંજલ પટેલ નામના યુવાને શનિવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ માધુપુરા પોલીસને કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ શરૂ કરી છે.
ચૂંટણીમાં દરિયાપુરમાંથી ઉમેદવારી નોંધાવેલ યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી પત્ની સાથે ઝગડો થતા આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ
મૃતક કુંજલ વાહન સિઝિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને તે માર્કેટમાં નામચીન વ્યક્તિ હતો. કુંજલને થોડા સમય પહેલા જ તેના ભાઈ સાથે ઝગડો થયો હતો. ત્યારે ભાઈ સાથે થયેલા ઝગડાનું સમાધાન થતા તેણે પત્નીને સમાધાનની જાણ કરી હતી. ત્યારે પત્નીએ આ બાબતે બોલતા તેને કુંજલે પિયર જતું રહેવાનું કહેતા તે પિયર જતી રહી અને બાદમાં કુંજલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કુંજલ અગાઉ એક રાજકીય પાર્ટીમાંથી ચૂંટણી લડવા ઉમેદવારી પણ નોંધાવી ચૂક્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.