ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: બનાવટી ફિંગર પ્રિન્ટના રેશનિંગ કૌભાંડમાં મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરની સંડોવણી - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદ સાયબર ક્રાઈમે વર્ષ 2019ના ડિસેમ્બરમાં બનાવટી ફિંગર પ્રિન્ટના આધારે રેશનિંગનું કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં એક પછી એક 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા 5 આરોપી પૈકી 1 આરોપી મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જેથી સાયબર ક્રાઈમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
બનાવટી ફિંગર પ્રિન્ટના રેશનિંગ કૌભાંડમાં મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરની સંડોવણી

By

Published : Mar 2, 2020, 10:48 PM IST

અમદાવાદ: સાયબર ક્રાઈમે 6 ડિસેમ્બર 2019ના રોજ બનાવટી ફિંગર પ્રિન્ટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં એક ઈસમ સરકારી અનાજની દુકાનોના સંપર્ક કરી રેશનકાર્ડ ધારકોના ડેટા મેળવી રબર જેવા મટીરીયલ્સનો ઉપયોગ કરીને ફિંગર પ્રિન્ટ બનાવતો હતો અને દુકાનદારોને વેંચતો હતો. જેથી દુકાનદારો આ ડેટાના આધારે નકલી બિલ બનાવી રાશન મેળવી આર્થિક ફાયદો લેતા હતા. આ મામલે સાયબર ક્રાઈમે 37 આરોપીઓની ધરપકડ કરી હતી.

37 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા અને અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા. ત્યારે સાયબર ક્રાઈમે વધુ 5 આરોપીની રાજકોટથી ધરપકડ કરી હતી. જેથી આ આંક 42 થયો હતો. તાજેતરમાં ઝડપાયેલા 5 આરોપીઓએ ફિંગર પ્રિન્ટના આધારે આર્થિક ફાયદો મેળવ્યો છે.

બનાવટી ફિંગર પ્રિન્ટના રેશનિંગ કૌભાંડમાં મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરની સંડોવણી

ધરપકડ કરાયેલા હસમુખ રાણાએ 40, દિલીપ દેસાઈએ 35, અનિલ જેઠવાએ 30 અને રવીરાજ પીપળીયાએ 30 ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કર્યો છે, જ્યારે વિજય પવાર નામનો આરોપી રાજકોટ માલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.

આ સમગ્ર મુદ્દે કુલ 42 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાઈબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details