અમદાવાદઃ આખરે 2 વર્ષ પછી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) યોજાશે. ત્યારે અગિયારસના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું યોજાયું હતું. સરસપુર ખાતે ભગવાનની આરતી અને મામેરાના દર્શન બાદ, યજમાનના ઘરે આંબાવાડી ખાતે 2 દિવસ મામેરાના દર્શન ખૂલ્લા મૂકવામાં આવશે.
17 વર્ષે લાગ્યો નંબર -આ વર્ષે મામેરું કરવાનું સૌભાગ્ય આંબાવાડીમાં રહેતા અને મૂળ સરસપુરના રાજેશ પટેલને પ્રાપ્ત (Ambavadi Patel Family did Mameru of Lord Jagannath) થયો છે. તેમના દાદા અને પિતાને મામેરાના યજમાન બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તેમનું કહેવું છે કે, 17 વર્ષ પહેલા તેમણે આ માટે નામ લખાવ્યું હતું. મામેરાના યજમાન થવા માટે જે વ્યક્તિ નામ લખાવે તેનો ડ્રો થાય છે. તે પ્રમાણે વ્યક્તિને મામેરુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો-AMC Rathyatra Operation : રથયાત્રાને લઈને શહેરના મકાનમાલિકોને AMCની નોટીસ