અમદાવાદઃઅમદાવાદ શહેરમાં (Ahmedabad Maldhari Samaj) કોર્પોરેશન હસ્તકની પાંજરાપોળઆવેલી છે. જેમાં શુક્રવારે સવારે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કારણ કે, એમનો એવો આક્ષેપ છે કે, બે દિવસમાં 50 ગાય મૃત્યું પામી હોવાનો આરોપ છે. પાંજરાપોળ (Ahmedabad Corporation Panjrapole) તરફથી આ ગાયને કોઈ પ્રકારનો ઘાસચારો ન આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જેના કારણે આ ગાય મૃત્યું પામી છે. અમદાવાદમાંછેલ્લા ઘણા સમયથી ગાયને લઈને અનેકવાર આંદોલનો થઈ રહ્યા છે.
માલધારીઓનો આરોપ, કોર્પોરેશનના પાંજરાપોળમાં 2 દિવસમાં 50 ગાયના મોત બીજી મોટી ઘટનાઃ થોડા દિવસ સમય પહેલા સરખેજ (Ahmedabad Maldhari Samaj Protest) વિસ્તારના બાકરોલ પાસે આવેલા પાંજરાપોળમાં ગાયના મોત થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.એ પછી વધુ એકવાર દાણીલીમડા ખાતે ગાય ભૂખથી મરવાને મામલો ગરમાયો છે. વહેલી સવારે દાણીલીમડામાં આવેલા કોર્પોરેશન હસ્તક પાંજરાપોળમાં 2 દિવસથી 50 જેટલી ગાયો ભૂખના પેટે મૃત્યુ પામી હોય તેવા સમાચાર વહેતા થતા જ માલધારી સમાજના લોકો તે પાંજરાપોળ ખાતે ઉમટી પડ્યા હતા. પાંજરાપોળના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
આક્રોશ સામે આવ્યોઃ કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો ન હતો. જેના કારણે વધારે પ્રમાણમાં આક્રોશ જોવા મળ્યો હતો. પાંજરાપોળની બહાર સરકાર વિરુદ્ધ નારાબાજી શરૂ કરવામાં આવી હતી. આ માહોલમાં કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈ જણાવ્યું હતું કે બે દિવસની અંદર 50 જેટલી ગાયો ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. કોર્પોરેશન દ્વારા આ વાત નથી કરાઈ. એક પણ ગાય અંદર મૃત્યુ પામી નથી એવું એમનું કહેવું છે. જો મૃત્યુ પામી ન હોય તો શા માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જો તમે સાચા હોવ તો અમારામાંથી પાંચ વ્યક્તિને અંદર જવા દો અને શું સત્ય છે સામે આવી જશે.
કોર્પોરેશન તૈયાર નથીઃકોંગ્રેસ નેતાએ કરેલી વાત સામે કોર્પોરેશન કોઈ વાત માનવા માટે તૈયાર નથી. પાંજરાપોળમાં ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું ત્યાં ગાયોને માત્ર પીવા માટે પાણી જ આપવામાં આવે છે. ઘાસચારો જોઈતો હોય તે પ્રમાણમાં આવતો ન હોવાનો પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. માલધારી સમાજનો આગેવાનોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા ગાયો પકડી તો દેવામાં આવે છે પશુપાલકો લોકો પોતાની ગાયને લગતો જે પણ દંડ ભરવાનો હોય છે. તે ભરી દેવામાં આવ્યો હોવા છતાં તેને છોડવામાં આવતી નથી. તેના કારણે નાના વાછરડાઓ દૂધના કારણે ઘરે મૃત્યુ પામી રહ્યા છે. જ્યારે ગાય ભૂખના કારણે પાંજરાપોળમાં મૃત્યુ પામી રહી છે.