ગુજરાત

gujarat

ETV Bharat / city

મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન, શહેરની એક જાણીતી રેસ્ટોરન્ટમાં લીધું ગુજરાતી ભોજન - undefined

અભિનેત્રી મલાઇકા અરોરા ખાન આજે અમદાવાદની મહેમાન બની હતી જ્યાં તેણે અમદાવાદની એક પ્રખ્યાત હોટલમાં તેણે ભોજન લીધું હતું અને હોટલના કર્મચારીઓ સાથે ફોટોઝ પણ પડાવ્યો હતો

મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન
મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન

By

Published : Jul 30, 2021, 11:33 PM IST

Updated : Jul 31, 2021, 11:06 AM IST

● મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન
● શહેરની જાણીતી રેસ્ટોરન્ટમાં લીધું ગુજરાતી ભોજન
● લંચમાં સ્પેશિયલ મઠો અને ડિનરમાં ખીચડી-કઢી લીધા

અમદાવાદ: શહેરમાં દેશ-દુનિયાની જાણીતી હસ્તીઓ મુલાકાતે આવે જ છે. આજે બોલીવુડની કલાકાર અભિનેત્રી મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની હતી. અમદાવાદમાં એસ.જી.હાઇવે સ્થિત જાણીતી રેસ્ટોરન્ટમાં મલાઈકા અરોરાએ બપોરનું ભોજન લીધું હતું.

મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન

મલાઈકાએ ઘઉંની રોટલી લીધી નહીં

રેસ્ટોરન્ટ મેનેજરે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મલાઈકા અરોરા બપોરે 02.15 થી 02.45 ની વચ્ચે તેમની રેસ્ટોરન્ટમા આવ્યા હતા. લગભગ અડધો કલાક તેઓ અહીં રોકાયા હતા. તેમણે અહીંની પોપ્યુલર ઓથેન્ટિક ગુજરાતી ડીસ જમ્યા હતા. જેમાં રાઈસ, ગુજરાતી દાળ શાક, મઠો, પુરણપોળી, વગેરે તેમને પસંદ કર્યા હતા. તેમણે ભોજનની પ્રશંશા કરી હટી. તેઓએ ડાયટને લઈને રોટલી નહોતી લીધી. પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા તેઓ ફરી આવે ત્યારે બાજરો, મકાઇ, ચોખા કે પછી ચણાના લોટની રોટલી આપશે તેવી ઓફર કરાઈ હતી.

મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન

રેસ્ટોરન્ટના કર્મચારીઓ સાથે સેલ્ફી લીધી

મલાઈકા અરોરા અમદાવાદમાં એક જાણીતી ખાનગી હોટલમાં રોકાયેલ છે તે પોતાના અંગત કામથી અહીં આવેલ છે. રેસ્ટોરન્ટમાં મલાઈકાએ રેસ્ટોરન્ટ કર્મચારીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. મલાઈકા રેસ્ટોરન્ટમાં આવે તેના અડધા કલાક પહેલાં જ તેમનું ટેબલ બુકીંગ કરાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તે અહીંના ગુજરાતી ભોજનથી એટલા પ્રભાવિત થયા હતા કે, સાંજે ડિનરમાં ખીચડી-કાઢી અને ભાખરી પણ આ જ રેસ્ટોરન્ટમાંથી મંગાવી હતી.

મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન
Last Updated : Jul 31, 2021, 11:06 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details