ગુજરાત

gujarat

ETV Bharat / city

makar sankranti 2022 : ઉતરાયણના પર્વ પર આ વાનગી ખાધા વગર છૂટકો જ નથી, આવી જાય છે મોંમા પાણી - More demand for sandwich Cheeky

ઉતરાયણ પર્વ પર (makar sankranti 2022) પતંગ, દોરી, શેરડી, મમરા, શીંગ અને દાળિયાના લાડવાઓ,બોર, જામફળ, ચીકી, વસાણા, ઊંધિયું જલેબીના સથવારે ઉજવણી કરવામાં આવે છે.

makar sankranti 2022 : ઉતરાયણના પર્વ પર આ વાનગી ખાધા વગર છૂટકો જ નથી, આવી જાય છે મોંમા પાણી
makar sankranti 2022 : ઉતરાયણના પર્વ પર આ વાનગી ખાધા વગર છૂટકો જ નથી, આવી જાય છે મોંમા પાણી

By

Published : Jan 13, 2022, 2:59 PM IST

અમદાવાદ: ઉતરાયણ પર્વના (makar sankranti 2022) સમયે ઠંડી વધુ હોવાથી જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત થાય છે. ત્યારે આવો ચીકાશયુક્ત આહાર લેવાથી શરીરમાં આખા વર્ષનુ સત્વ શરીરમાં જળવાઈ રહે છે.

makar sankranti 2022 : ઉતરાયણના પર્વ પર આ વાનગી ખાધા વગર છૂટકો જ નથી, આવી જાય છે મોંમા પાણી

વિવિધ પ્રકારની ચીકી

ચીકી નાના-મોટા સૌ લોકોને ભાવતી હોય છે. ચીકીને ભારતની ચોકલેટ (Chiki Indian Chocolate) કહી શકાય છે. શિયાળાની શરૂઆતથી જ ચીકી સહિતના વસાણાઓનું ઉત્પાદન રાજ્યમાં થવા લાગે છે. ચીકીના વિવિધ પ્રકાર હોય છે, જેમકે તલની ચીકી, સીંગની ચીકી, માવા ચીકી, ડ્રાય ફ્રુટ ચીકી, સેન્ડવીચ ચીકીની (More demand for sandwich Cheeky) આ વખતે વધુ માંગ છે.

ચીકી બનવવાની પ્રક્રિયા

જુદી-જુદી ચીકી બનાવવાની પ્રક્રિયા લગભગ એકસરખી હોય છે. જેમાં સૌપ્રથમ જે વસ્તુની ચીકી બનાવવાની હોય તે વસ્તુને શેકી નાખવામાં આવે છે. ત્યારબાદ ગોળનું પાણી કરવામાં આવે છે. આ ગોળના પાણીને એક પીપળામાં ભરવામાં આવે છે આથી રેતી જેવો કચરો નીચે બેસી જાય છે અને હલકો કચરો ઉપર આવી જાય છે. આમ ગોળને ગાળવાની પ્રક્રિયા પૂરી થાય છે. આ ગોળના પાણીને ગરમ કરીને તેમાં લિકવિડ ગ્લુકોઝ ઉમેરીને ચાસણી બનાવાય છે. તે ગરમ પાકા પાયાની ચાસણીમાં શેકેલા તલ કે શીંગ નાખીને તેનો માવો બનવાય છે. આ માવાને પતલી ચોકીમાં પાથરીને તેના આકાર પ્રમાણે કટ કરવામાં આવે છે. તે સૂકાઇ જતાં ચીકી તૈયાર થઈ જાય છે. ત્યાર બાદ તેને બોક્સમાં પેક કરીને માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવે છે

makar sankranti 2022 : ઉતરાયણના પર્વ પર આ વાનગી ખાધા વગર છૂટકો જ નથી, આવી જાય છે મોંમા પાણી

આ વર્ષ માર્કેટ કેવું ?

ચીકી ઉત્પાદક રાજુ પટેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતાં આ વર્ષે ચીકી બનાવવાના કાચા માલમાં 10 ટકાનો ભાવ વધારો છે. તો બીજી તરફ ગ્રહકી પણ સારી છે. સિંગ ચીકી 220 રૂપિયે કિલો, તલ ચીકી 260 રૂપિએ કિલો, માવા ચીકી 340 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે.

આ પણ વાંચો:

Makar Sankranti 2022: શા માટે મકરસંક્રાતિ પર ઉડાવવામાં આવે છે પતંગ, જાણો ઈતિહાસ...

Uttarayan 2022 Gujarat: આ વર્ષે સ્વાદ રસિયાઓને ઊંધિયું પડી શકે છે મોંઘું

ABOUT THE AUTHOR

...view details