ગુજરાત

gujarat

ETV Bharat / city

Makar Sankranti 2022:રાજ્યમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને 6083 મળ્યા કોલ, બે દિવસમાં કુલ 363 લોકોના દોરીથી ગળા કપાયા - Injury due to kite string In Gujarat

ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat) તહેવાર દરમિયાન ગુજરાતમાં (Makar Sankranti 2022) 2 દિવસમાં 363 જેટલા બનાવો (Injury due to kite string In Gujarat) દોરીથી ઈજા થયાના બન્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 132 બનાવો (Injury due to kite string In Ahmedabad) દોરીથી ઈજા થયાના બન્યા છે. રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને 6083 જેટલા કોલ મળ્યા છે.

Makar Sankranti 2022:રાજ્યમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને 6083 કોલ મળ્યા, બે દિવસમાં કુલ 363 લોકોના દોરીથી ગળા કપાયા
Makar Sankranti 2022:રાજ્યમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને 6083 કોલ મળ્યા, બે દિવસમાં કુલ 363 લોકોના દોરીથી ગળા કપાયા

By

Published : Jan 15, 2022, 10:27 PM IST

અમદાવાદ: ઉત્તરાયણના (Uttarayan 2022 Gujarat) તહેવાર દરમિયાન (Makar Sankranti 2022)દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં (Injury due to kite string In Gujarat) હોય છે, જેમાં 2 દિવસમાં કુલ 108 ઇમર્જન્સીને 6083 કોલ મળ્યા હતા, જેમાં કુલ 363 લોકોના દોરી વાગવાથી ગળા કપાયા છે.

અમદાવાદમાં કુલ 132 લોકોને દોરી વાગવાથી ઇજા

આજે વાસી ઉત્તરાયણે સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના 115 જેટલા બનાવો બની ચૂક્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 58 લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 દિવસમાં અમદાવાદમાં કુલ 132 લોકોને દોરી વાગવાથી ઇજા (Injury due to kite string In Ahmedabad) પહોંચી છે, ત્યારે ઉત્તરાયણમાં ધાબા પરથી નીચે પડવાના 304 કેસો બન્યા છે, જ્યારે રોડ એક્સીડેન્ટના 776 કેસો સામે આવ્યા છે. હાલમાં તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમ ખસેડવામાં આવ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે દોરી વાગવાના, રોડ એક્સિડન્ટ, તેમજ ધાબા પરથી પડવાના કેસોમાં વધારો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details