ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત NCCના અધિક મહાનિર્દેશક તરીકે મેજર જનરલ અરવિંદ કપુરે કાર્યભાર સંભાળ્યો - ગુજરાત NCCના અધિક મહાનિર્દેશક

ગુજરાત રાજ્ય NCCના અધિક મહાનિર્દેશક તરીકે મેજર જનરલ અરવિંદ કપૂરે તારીખ પહેલી માર્ચ 2021ના રોજ કાર્યભાર સંભાળ્યો છે. ગુજરાતની સાથે સાથે તેઓ દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણની પણ કમાન સંભાળશે.

ગુજરાત NCCના અધિક મહાનિર્દેશક તરીકે મેજર જનરલ અરવિંદ કપુરે કાર્યભાર સંભાળ્યો
ગુજરાત NCCના અધિક મહાનિર્દેશક તરીકે મેજર જનરલ અરવિંદ કપુરે કાર્યભાર સંભાળ્યો

By

Published : Mar 1, 2021, 7:21 PM IST

  • NCCના મહાનિર્દેશક બન્યા મેજર જનરલ અરવિંદ કપુર
  • દાદરા અને નગર હવેલી, દમણ અને દીવની કમાન પણ સોંપાઇ
  • NCCમાં અમદાવાદમાં ગ્રુપ કમાન્ડર તરીકે સેવાઓ આપી છે

અમદાવાદ: ગુજરાત રાજ્યના NCCના અધિક મહાનિર્દેશન તરીકે મેજર જનરલ અરવિંદ કપુરે આજે સોમવારે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે મેજર જનરલ રોય જોસેફની વયનિવૃતી થતા ઉક્ત કાર્યભાર સંભાળ્યો છે. મેજર જનરસ રોય જોસેફે વિશિષ્ટ સેવાના 38 વર્ષ પૂરા કર્યા પછી સેવા નિવૃતી જાહેર કરતા મેજર જનરલ અરવિંદ કપુરને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અભ્યાસમાં અનુસ્નાતક થયા

આર્મ્ડ કોર ઓફિસર મેજર જનરલ કપુર ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને દહેરાદૂન સ્થિત ભારતીય મિલિટરી એકેડેમની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અભ્યાસમાં અનુસ્નાતક થયેલા છે. જનરલ ઓફિસર અલગ અલગ પ્રદેશોમં સેવા આપવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે NCCમાં અમદાવાદ ખાતે ગ્રુપ કમાન્ડર તરીકે પણ સેવાઓ આપી છે. જનરલ ઓફિસરની નિયુક્તિ કોર હેડક્વાર્ટરમાં અતિ ઊંચાઇ ધરાવતા પ્રદેશમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે થઇ હતી. ત્યારબાદ ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં એ.ડી.જી. તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.

NCC કેડેટ્સને વધુ ઉત્કૃષ્ઠ બનાવવાનું લક્ષ્ય છે

મેજર જનરલ કપુરે સૂચનાઓના તમામ મહત્વપૂર્ણ અભ્યાસક્રમોમાં ભાગ લીધો છે, તેમાંથી કેટલાક નોંધનીયમાં વેલિંગ્ટન ખાતે સંરક્ષણ સેવા સ્ટાફ કૉલેજ, મહુ ખાતે ઉચ્ચ સંરક્ષણ ઓરિએન્ટેશન અભ્યાસક્રમ અને સિંકદરાબાદ ખાતે વરિષ્ઠ સંરક્ષણ વ્યવસ્થાપન અભ્યાસક્રમ પણ સામેલ છે. ગુજરાત રાજ્ય NCC કેડેટ્સને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રાજ્ય NCCના પ્રદર્શનને વધુ ઉત્કૃષ્ઠ બનાવવાના લક્ષ્ય સાથે નવ ઉર્જાનો સંચાર કરવા મેજર જનરલ કપુર કાર્યભાર સંભાળીને સંકલ્પબદ્ધ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details