સાબરમતીમાં દિગંબર જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીરના જન્મની ઉજવણી - AHD
અમદાવાદઃ મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે સાબરમતીના ધર્મનગરમાં આવેલા શાંતિનાથ દિગંબર જૈન દેરાસર ખાતે જૈન એસોસીએશન ઓફ પ્રોફેશનલ્સ એટલે કે જાપ તરફથી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે પૂજાપાઠ અને વિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
આ પ્રસંગે ધજા ચઢાવવામાં આવી હતી તેમજ ભાવિક ભક્તો દ્વારા સુવર્ણ મુદ્રિત છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. 1008 શાંતિનાથ દિગંબર જૈન દેરાસર ખાતે જૈન એસોસીએશન ઓફ પ્રોફેશનલ્સના બધા મેમ્બર્સની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આ સાથે બધાએ ઉત્સાહપૂર્વક મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી બહુ જ પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક કરવામાં આવી હતી.
સાબરમતીમાં દિગંબર જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીરના જન્મની ઉજવણી