ગુજરાત

gujarat

RTE Admission મુદ્દે મહાત્મા ગાંધી સ્કૂલે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં શું કહ્યું જૂઓ

By

Published : Aug 12, 2022, 9:28 PM IST

અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ Mahatma Gandhi International School દ્વારા AMC એ મોકલેલા 20 ટકા બાળકોને પ્રવેશ RTE Admission in MGI School આપવામાં આવતો નથી તેવી જાહેર હિતની અરજી PIL in Gujarat High Court ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે આજે મહાત્મા ગાંધી સ્કૂલે પોતાનો જવાબ રજૂ કર્યો છે.

RTE Admission મુદ્દે મહાત્મા ગાંધી સ્કૂલે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં શું કહ્યું જૂઓ
RTE Admission મુદ્દે મહાત્મા ગાંધી સ્કૂલે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં શું કહ્યું જૂઓ

અમદાવાદઅમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પસાર થયો હોવા છતાં અમદાવાદની જાણીતી સ્કૂલ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ Mahatma Gandhi International School દ્વારા એએમસીએ AMC મોકલેલા 20 ટકા બાળકોને પ્રવેશ RTE Admission in MGI Schoolઆપવામાં આવતો નથી. તેવી જાહેર હિતની અરજી થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટમાં PIL in Gujarat High Courtકરવામાં આવી હતી જેને લઈને આજે હાઇકોર્ટમાં મહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા પોતાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

જવાબમાં શું કહ્યુંમહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા જે હાઇકોર્ટમાં RTE Admission in MGI School રજૂ કરવામાં આવ્યો છે એમાં જણાવ્યું છે કે, અરજદાર દ્વારા જે આક્ષેપ સાથેની અરજી PIL in Gujarat High Court કરવામાં આવી છે તે તદ્દનપણે ખોટો છે કારણ કે શાળાએ દર વર્ષે તેના 20 વિદ્યાર્થીઓની બેંચમાં ચાર વિદ્યાર્થીઓને અનામત વર્ગમાં પ્રવેશ આપ્યો છે. મ્યુનિસિપલ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા હોય છે તેના લીધે ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળામાં આ વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડતી હોય છે.

આ પણ વાંચો RTE Admission in Gujarat : RTE કાયદો છતાં મજૂર વર્ગના બાળકો પ્રવેશથી વંચિત કેમ ? જાણો

વિદ્યાર્થીઓ મળતા ન હોવાની દલીલમહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે તેઓ શાળા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરતાં જ હોય છે. પરંતુ અનેક પ્રયાસ કરવા છતાં પણ વિદ્યાર્થીઓ મળતા ન હોવાથી પ્રવેશ અપાયો નથી. એવી આજ સુધી એક પણ ઘટના નથી કે કોઈ ગરીબ વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધી સ્કૂલમાં પ્રવેશ જોઈતો હોય અને મળ્યો ન હોય.

વાસ્તવિક રીતે આ શક્ય ન હોવાની દલીલઆ સાથે એમજીઆઈ સ્કૂલમાં આરટીઇ પ્રવેશ મુદ્દે RTE Admission in MGI School એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ શહેરની સૌથી પ્રતિષ્ઠિત શાળામાંની એક છે અને આરટીઇના કાયદા હેઠળ ગરીબ બાળકોના 25 ટકા બેઠકો પર પ્રવેશ આપવા માટે પણ તૈયાર છે. પરંતુ એએમસીની શાળાના ગરીબ બાળકો માટે પણ મહાત્મા ગાંધી સ્કૂલમાં 20 ટકા બેઠકો રાખીએ તો કુલ 45 ટકા બેઠકો પર મફત પ્રવેશ આપવાનો રહેશે. તે જો વાસ્તવિક રીતે જોવા જઈએ તો તે બિલકુલ શક્ય નથી અને આ સ્થિતિમાં તો શાળા પણ બંધ કરવી પડે. શાળા આરટીઇના કાયદા હેઠળ 25 ટકા બેઠક ઉપર ગરીબ બાળકોને પ્રવેશ આપવા માંગે છે જેમાં એએમસીની શાળાના 20 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરીએ છીએ.

આ પણ વાંચો Fire NOC And BU Permission issue : એએમસીએ 222 હોસ્પિટલને નોટિસ પાઠવી

એએમસીએ પણ આપ્યો ટેકો તો સામે બીજી તરફ AMC મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા તેનો જવાબ રજૂ કરીને મહાત્મા ગાંધી સ્કૂલના સંચાલકોના દાવાને સમર્થન આપ્યું હતું. સ્કૂલ બોર્ડના મતે જો જોઈએ તો મહાત્મા ગાંધી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી હોશિયાર ગરીબ વિદ્યાર્થીઓ મળતા નથી. મહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે તમામ શરતનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ઘણી વાર પણ એવું બને છે કે મહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા એએમસીની AMC શાળાના 20 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની તૈયારી દર્શાવીને વિદ્યાર્થીઓની સામેથી માંગ કરાયેલી હોય છે. પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ પૂરતા પ્રમાણમાં ન મળતા એએમસી આ બેઠકના ક્વોટાની બેઠકને ઓછી કરવાની ભલામણ કરેલી છે.

વધુ સુનાવણીઆ સમગ્ર મામલે RTE Admission in MGI School રજૂઆતો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ આ કેસની વધુ સુનાવણી 10 ઓક્ટોબરના રોજ ધરશે.

ABOUT THE AUTHOR

...view details