અમદાવાદ: અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે ત્યારે કોરોના વધુ ન ફેલાય તેના માટે ચાલુ વર્ષની 143મી રથયાત્રા રદ કરવામાં આવે.
હાઇકોર્ટના ચૂકાદાનો આદર કરીશું: મહંત દિલીપદાસજી - મહંત દિલીપદાસજી
સુપ્રીમ કોર્ટ દ્વારા ઓડિશાના પુરીમાં યોજવામાં આવતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર કોરોના મહામારી ફેલાવવાના ભયને પગલે રોક લગાવી દીધી છે, ત્યારે અમદાવાદમાં પાછલા 142 વર્ષથી યોજવામાં આવતી રથયાત્રાને કોરોના મહામારીને પગલે ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.
![હાઇકોર્ટના ચૂકાદાનો આદર કરીશું: મહંત દિલીપદાસજી મહંત દિલીપદાસજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7702711-547-7702711-1592673115226.jpg)
આ મામલે હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવા પર રોક લગાવી છે. આ ચૂકાદા અંગે મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે હાઇકોર્ટના ચૂકાદાનો આદર કરીએ છીએ.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં જે ચૂકાદો આવ્યો છે તે મંદિરે સ્વીકાર્યો છે. આવતીકાલે ભગવાન મંદિરે પરત ફરશે અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ યોજાશે તે બાદ મંદિરમાં મિટિંગ યોજાશે અને તેમાં આગળ કઈ રીતે વધવું તે નક્કી કરવામાં આવશે. સરકાર સાથે પણ આ મામલે વાટાઘાટો કરવામાં આવશે. પુરીમાં જે રીતે ભજનની વિધિ થશે તે પ્રમાણે અહી મંદિરમાં વિધિ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.