અરબી સમુદ્ર પર ‘કયાર’ નામના વાવાઝોડા પછીના પાંચ જ દિવસમાં બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સર્જાઈ છે. જે આગામી ત્રણ- ચાર દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે હિટ થવાની શકયતા છે. પણ તાજેતરમાં જ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુજરાત પર ટકરાશે નહીં અને અરબી સમુદ્રમાં જ નબળી પડી જશે. જોકે, તંત્રએ વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરી લીધી છે અને NDRFની15 ટીમોને ખડે પગે રાખી છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ઉના, ભાવનગર, દ્વારકા ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ સમગ્ર ગુજરાત પર આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને તાપમાનમાં પણ ક્રમશઃ ઘટાડો થઇ શકે છે.