ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન - ahmedabad news

જાણીતા જાદુગર હર્ષદરાય વોરા એટલે કે જુનિયર કે. લાલ સ્વર્ગસ્થ કે.લાલના સુપુત્રનું કોરોનાને કારણે રવિવારના રોજ મોડી રાત્રે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું હતું.

Junior K Lal
Junior K Lal

By

Published : Apr 5, 2021, 6:49 AM IST

  • જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન
  • 62 વર્ષની કારકિર્દીમાં 22 હજારથી વધુ શો
  • 1968માં અમેરિકાની IBM સંસ્થામાં સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ મળ્યો

અમદાવાદ: કાંતિલાલ ગિરધરલાલ વોરા એટલે કે, કે.લાલ કે જેઓ વિશ્વ પ્રસિદ્ધ હતા, તેમની જાદુઈ કળા એ વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. તેમણે તેમની 62 વર્ષની કરિયરમાં અંદાજિત 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના ખૂણે ખૂણે કર્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા ( હસુભાઈ વોરા)ના ટૂંકા નામે પણ ઓળખાય છે, તેઓ કે.લાલ સાથે જાદુઈ કળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ કલબના પૂર્વ પ્રમુખ એન.જી. પટેલનું કોરોનાને કારણે નિધન

1968માં અમેરિકાની IBM સંસ્થામાં સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ મળ્યો

કે.લાલના પુત્ર જુનિયર કે.લાલ તરીકે તેઓએ ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી, 1968માં અમેરિકાની આઈ.બી.એમ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો હતો. તેઓ તેમની અમુક જાદુકલા જેવી કે શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કિલર શો, ધ ફ્લાઇંગ લેડી અને એવી જોકરને કારણે સારી એવી પ્રખ્યાતિ મેળવી હતી.

જુનિયર કે.લાલના નિધનથી જાદુઈ કળાના જગતમાં શોક

જુનિયર કે.લાલને કોરોના થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તેમની તબિયત વધુ કથળતા હોસ્પિટલમાં જ તેમનું અવસાન થયું હતું. સોમવારે સવારે દસ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જુનિયર કે.લાલના નિધનથી જાદુઈ કળાના જગતમાં શોક વ્યાપી ગયો છે અને કે.લાલના ફેન ફોલોઈંગમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: BJD ધારાસભ્ય પ્રદીપ મહારથીનું કોરોનાને કારણે નિધન

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું કોરોનાને કારણે નિધન

ઉલ્લેખનીય છે કે, 16 જુલાઈ 2020ના રોજ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મણિનગરના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું 78 વર્ષની વયે કોરોનાને કારણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓનાં નિધનના સમાચાર બાદ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વર્તમાન કોરોના મહામારીને પગલે તેઓની અંતિમવિધિમાં હરિભક્તો સામેલ થઈ શક્યા નહોતા. સોશિયલ મીડિયામાં હરિભક્તોના છેલ્લા દર્શનાર્થે સ્વામીજીની અંતિમ વિધિનું લાઈવ પ્રસારણ થયું હતું.

BJD ધારાસભ્ય પ્રદીપ મહારથીનું કોરોનાને કારણે નિધન

તો બીજી તરફ 4 ઓક્ટોબર 2020ના રોજ BJDના વરિષ્ઠ નેતા અને પીપિલીના ધારાસભ્ય પ્રદીપ મહારથીનું એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 65 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details