ગુજરાત

gujarat

ETV Bharat / city

Madhavpur Fair 2022: 10થી 13 એપ્રિલ યોજાશે માધવપુરનો મેળો, સોશિયલ મીડિયા પર મેસેજ વાઈરલ - માધવપુર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો

પોરબંદરમાં આખરે 2 વર્ષ પછી આ વખતે 10 એપ્રિલથી 13 એપ્રિલ સુધી માધવપુરનો મેળો (Madhavpur Fair in Porbandar) યોજાશે. આ અંગેની પત્રિકા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તેના મતે, આ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત (President Ramnath Kovid to attend Madhavpur Fair) રહેશે. જ્યારે તંત્રએ આ મેળાની તૈયારી શરૂ કરી (Madhavpur Fair 2022) દીધી છે.

Madhavpur Fair 2022: 10થી 13 એપ્રિલ યોજાશે માધવપુરનો મેળો, સોશિયલ મીડિયા પર મેસેજ વાઈરલ
Madhavpur Fair 2022: 10થી 13 એપ્રિલ યોજાશે માધવપુરનો મેળો, સોશિયલ મીડિયા પર મેસેજ વાઈરલ

By

Published : Mar 29, 2022, 9:44 AM IST

Updated : Mar 29, 2022, 10:19 AM IST

અમદાવાદઃ પોરબંદરમાં આખરે 2 વર્ષ પછી આ વખતે 10 એપ્રિલથી 13 એપ્રિલ સુધી માધવપુરનો મેળો (Madhavpur Fair in Porbandar) યોજાશે. આ અંગેની પત્રિકા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી આ મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ પત્રિકા મુજબ, આ વખતે યોજાનારા મેળા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ (President Ramnath Kovid to attend Madhavpur Fair) ઉપસ્થિત રહેશે.

સોશિયલ મીડિયા પર વહીવટી તંત્રની આમંત્રણ પત્રિકા ફરી રહી છે

ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગ ઉજવાશે -માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગ પણ ઉજવવામાં (Madhavpur Fair 2022) આવશે. ત્યારે તંત્રએ આ મેળાની તૈયારી શરૂ કરી દીધી છે. તો સોશિયલ મીડિયામાં વહીવટી તંત્રએ આપેલી નિમંત્રણ પત્રિકા (Madhavpur Fair 2022) ફરી રહી છે.

સોશિયલ મીડિયા પર વહીવટી તંત્રની આમંત્રણ પત્રિકા ફરી રહી છે

આ પણ વાંચો-INS વાલસુરાનો એક વિશાળ ઈતિહાસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

કેન્દ્ર સરકારના કેબિનેટ પ્રધાનો પણ રહેશે ઉપસ્થિત -સોશિયલ મીડિયા પર વહેતી વહીવટી તંત્રની નિમંત્રણ પત્રિકા અનુસાર, આ વખતે માધવપુરના મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovid to attend Madhavpur Fair), નોર્થ ઈસ્ટ રાજ્યના જુદા રાજ્યના મુખ્યપ્રધાનો, રાજ્યપાલો તથા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર સરકારના વિવિધ કેબિનેટ પ્રધાનો, રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનો સહિત અનેક વિભાગના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

કોરોનાના કારણે 2 વર્ષ પછી યોજાશે માધવપુરનો મેળો

આ પણ વાંચો-President Address Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ ઉમાશંકર જોશીની પંક્તિ ગુજરાતીમાં બોલ્યા

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની થશે પ્રસ્તુતિ -સોશિયલ મીડિયા પર વહેતી વહીવટી તંત્રની નિમંત્રણ પત્રિકા અનુસાર, આ વખતે માધવપુરના મેળામાં (Madhavpur Fair 2022) નોર્થ ઈસ્ટના કલાકારો, પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિના કલાકારોની મંડળીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ (Cultural programs at Madhavpur fair) કરશે. તો આ મેળામાં હેન્ડીક્રાફ્ટના પ્રદર્શન કમ વેચાણ કેન્દ્ર તથા મોટી સંખ્યામાં સ્ટોલ બનાવવામાં આવશે. પોરબંદર જિલ્લાના તમામ ગામના ગ્રામજનોને આ મેળામાં ઉપસ્થિત રહી આનંદ માણવા જિલ્લા વહીવટી (Madhavpur Fair 2022) તંત્રએ આમંત્રણ આપ્યું છે.

Last Updated : Mar 29, 2022, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details