ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સાથે વિઝિબિલિટી પણ ઘટી - Ahmedabad Rain News

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ વરસાદી માહોલ જામે છે. આ સાથે જ રાજ્યના મોટા ભાગના શહેરો પાણી પાણી થયા છે. અમદાવાદ શહેરમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સાથે વિઝિબિલિટી પણ ઘટી છે.

Ahmedabad
Ahmedabad

By

Published : Sep 1, 2020, 7:52 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલીટી ઘટી ગયેલી જોવા મળી છે. આ સાથે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

અમદાવાદમાં વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સાથે વિઝિબિલિટી પણ ઘટી
શહેરના શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઇસ્કોન, પકવાન સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ બોડકદેવ, વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે, બોપલ, જજીસ બંગલો રોડ પર ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે ગોતા, ચાંદલોડીયા, પ્રહલાદનગર, નારણપુરા, ઘાટલોડિયા, મોટેરા, ચાંદખેડા, વેજલપુર, સરખેજ, સેટેલાઇટ વગેરે જગ્યાએ પણ ભારે વરસાદને લીધે વિસ્તારો પાણી પાણી થયા છે. તેમજ હાલ વિઝિલિબિટી પણ ઘટી ગઈ છે. જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.અમદાવાદના વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details