- AMCએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનને આપી મંજૂરી
- ખાનગી હોસ્પિટલ દ્વારા 1,000 રૂપિયામાં મળે વેક્સિન
- GMDC ગ્રાઉન્ડમાં વેક્સિનનો 1,000 રૂપિયા ચાર્જ
GMDC ગ્રાઉન્ડમાં રસી લેવા માટે લાગી લાંબી લાઈન
અમદાવાદઃ કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ખૂબ જ ઘાતક બની છે, ત્યારે વેક્સિન જ કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જેથી સરકારે વેક્સિનેશન(Vaccination) માટે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની મંજૂરી આપી છે. આ વેક્સિનેશન(Vaccination)ને ઝડપી બનાવવા માટે AMCએ ખાનગી હોસ્પિટલ સાથે ટાઈઅપ કર્યું છે. જે અંતર્ગત આજે ગુરુવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સવારથી વેક્સિન લેવા લાંબી લાઈનો લાગી છે.
આ પણ વાંચોઃ કોરોના વેક્સિનેશન અભિયાન ફેઝ-2નો પ્રારંભ, કલેક્ટર સહિતના અધિકારીઓને અપાઇ રસી
GMDC ગ્રાઉન્ડમાં વેક્સિનનો રૂપિયા 1,000 ચાર્જ
આજે ગુરુવારે સવારથી 1,000 રૂપિયામાં વેક્સિનેશન(Vaccination) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરુવારે સવારે 7 વાગ્યાથી લાઈનમાં લાગ્યા છે. અહીંયા વેક્સિન લેવા આવનારા લોકોએ જણાવ્યું હતું કે, 1,000 રૂપિયા જીવથી વધારે વાલા નથી.
આ પણ વાંચોઃGujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ
ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનને છૂટ
સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં એડવાન્સ રજિસ્ટ્રેશન(Registration) ફરજિયાત છે. 18થી 44 વર્ષના તમામ નાગરિકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન(Registration) કરાવીને જ સ્લોટ બૂક કરવાનો રહેશે. અન્ય રાજ્યોમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશન(Spot Registration)ની પ્રક્રિયાને ગુજરાતમાં લાગુ નહીં કરાય. મ્યુનિ.એ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન(Vaccination) શરૂ કર્યું, જેમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશન(Registration)ને છૂટ આપી દીધી.