ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે ગુજરાતના પ્રવાસે આવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સી પ્લેન મારફતે જશે કેવડીયા - Om Birla

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયા ટેન્ટ સિટી-2 ખાતે 25 અને 26 નવેમ્બર, 2020ના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં જોડાવવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ગુજરાત આવશે.

ઓમ બિરલા
ઓમ બિરલા

By

Published : Nov 24, 2020, 4:00 AM IST

Updated : Nov 24, 2020, 9:52 AM IST

  • આજે લોકસભાના અધ્યક્ષ ગુજરાત આવશે
  • સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે
  • ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધન કરશે
  • સી પ્લેન મારફતે જશે કેવડીયા

અમદાવાદ : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ તેમને ગાંધીનગર જવા માટે રવાના થશે. ગાંધીનગરમાં ઓમ બિરલા પત્રકાર પરિષદનું સંબોધન કરશે. જે બાદ તેમને સી પ્લેન મારફતે કેવડીયા જઇ ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે.

લોકસભાના અધ્યક્ષનો કાર્યક્રમ

  • સવાર 9:10 મિનિટ - અમદાવાદ એરપોર્ટ પર આગમન
  • રાજ્યપાલ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સાથે યોજશે બેઠક
  • બપોર 12:30 કલાક - પત્રકાર પરિષદનું સંબોધન કરશે
  • બપોર 1.30 કલાક - અમદાવાદ સાબરમતી સી પ્લેનની મુલાકાત લેશે
  • બપોર 1.45 કલાક - સી પ્લેન મારફતે કેવડીયા જશે
  • બપોર 2.30 કલાકે કેવડીયા પહોંચશે
  • ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના કાર્યક્રમમાં આપશે હાજરી

ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં કોણ કોણ રહેશે ઉપસ્થિત

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયા ટેન્ટ સિટી-2 ખાતે 25 અને 26 નવેમ્બરના 2020ના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં 80મી 'ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' યોજાવાની છે. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ આખો કાર્યક્રમ 24થી 26 એમ 3 દિવસનો છે.

Last Updated : Nov 24, 2020, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details