અમદાવાદ: શહેરમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે તમામ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા બેરીકેટ લગાવી લોકોને અટકાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉન કરવામાં આવ્યું હોવા છતાં અમદાવાદીઓ વિવિધ બહાના બનાવીને ઘરની બહાર નીકળી રહ્યા છે. જેથી પોલીસ તે લોકોની પૂછપરછ કરી રહીં છે.
અમદાવાદ: લોકડાઉનમાં બહાર નીકળવા લોકોના બહાના સામે પોલીસનો દંડો - અમદાવાદના તાજા સમાચાર
કોરોના વાઇરસને પગલે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને બહાર નીકળતા રોકવા માટે પોલીસ સજ્જ છે. અમદાવાદમાં લોકો વિવિધ પ્રકારના બહાના બનાવીને બહાર નીકળતા હોય છે. જેથી આવા લોકોને સમજાવવા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લોકડાઉનમાં બહાર નીકળવા લોકોના બહાના તો સામે પોલીસનો દંડો
પોલીસ દ્વારા કરવામાં આવતી પૂછપરછમાં લોકો જાત-જાતના બહાના બનાવી રહ્યા છે. જેથી તેવા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહીં છે. જે લોકો માત્ર ફરવા માટે ઘરની બહાર નિકળ્યા હોય, તેવા લોકો પર પોલીસ બળ પ્રયોગ પણ કરી રહીં છે. આ ઉપરાંત ઘણી વખત પોલીસને દંડાનો ઉપયોગ પણ કરવો પડે છે. જેથી અમૂક લોકો પોલીસના હાથમાં દંડો જોઈને જ પરત ફરી જાય છે.