ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનથી કોરોનાને હરાવી શકાય નહિ, પરંતુ ચેઈન જરૂર તોડી શકાય: નિષ્ણાંતો

રાજયમાં કોરોનાની મહામારીમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશનાં કેટલાક રાજ્યો જેવા કે, દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્રમાં રાજય સરકાર દ્વારા લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કેટલાક એવા લોકો માની રહ્યા છે કે, કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સરેરાશ 15 દિવસનું લોકડાઉન કરવું જોઇએ.

લોકડાઉનથી કોરોનાને હરાવી શકાય નહિ, પરંતુ ચેઈન જરૂર તોડી શકાય
લોકડાઉનથી કોરોનાને હરાવી શકાય નહિ, પરંતુ ચેઈન જરૂર તોડી શકાય

By

Published : Apr 22, 2021, 7:47 PM IST

  • કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જરૂરી !?
  • લોકો સ્વયંભૂ લોકડાઉન કરે અને કોરોનાની ચેઇન તોડેઃ નિષ્ણાંતો
  • ડોક્ટરો દ્વારા અપીલ છતાં પણ સરકાર કેમ છે ચૂપ ?

અમદાવાદઃ રાજયના લોકોમાં હાલ એક મોટો સવાલ છે, લોકડાઉન લાગશે કે નહીં? જોકે, આ મામલે સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે, લોકડાઉન હાલ કરવામાં આવશે નહીં. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, દરેક રાજય કોરોનાની મહામારીમાં લોકડાઉનને છેલ્લો વિકલ્પ રાખે. તો બીજી તરફ વિવિધ એસોસિએશનો અને વેપારીઓ દ્વારા તેમજ ડોકટરો સહિત સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે.

લોકડાઉનથી કોરોનાને હરાવી શકાય નહિ, પરંતુ ચેઈન જરૂર તોડી શકાય

આ પણ વાંચો:તમામ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર માટે છૂટ આપતો સરકારનો નિર્ણય જોખમી: નિષ્ણાંતો

કોરોનાને કારણે દયનીય પરિસ્થિતિ

કોરોનાની મહામારીની પહેલી લહેરમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ નિષ્ણાંતોના મત પ્રમાણે કોરોનાની જે હાલમાં બીજી લહેર ચાલી રહી છે. તે વધારે ભયજનક છે. જેમાં કોરોનાથી લોકોનો મૃત્યુદર વધી રહ્યો છે. હાલમાં અમદાવાદની જો વાત કરવામાં આવે તો શહેરની તમામ સરકારી હોસ્પિટલો ફૂલ છે અને ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવેલા બેડ પણ માત્ર ગણતરીના ખાલી રહ્યા છે. આ સાથે મૃત્યદર પણ એટલા પ્રમાણમાં વધી ગયો છે કે, શહેરમાં માત્ર એકાદ સ્મશાન ગૃહ હશે કે જે 24 કલાક શરૂ ન હોય.

આ પણ વાંચો:એશિયામાં એકમાત્ર અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જરી વિભાગને ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ તરીકે માન્યતા મળી

લોકડાઉનથી કોરોનાને હરાવી શકાય નહિ, પણ ચેઈન જરૂર તોડી શકાય

ETV ભારતની ટીમે રાજયમાં લોકડાઉનને લઇને નિષ્ણાંત ડોક્ટરો પાસે તેમને મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડોક્ટરો જણાવ્યું હતું કે, રાજયમાં લોકડાઉનથી કોરોનાને હરાવી શકાય તેમ નથી, પરંતુ કોરોનાની ચેઇન તોડી શકાય છે. જેનાથી કોરોનાના સંક્રમણમાં મોટો ઘટાડો આવી શકે છે. લોકો 15 દિવસ સુધી ઘરમાં જ રહેશે તો જે લોકોને કોરોનાનું સંક્રમણ છે, તે કેસ સામે આવી જશે અને જે લોકોને કોરોનાનું સંક્રમણ નથી તે ઘરમાં રહેશે. જેથી કોરોના સંક્રમણથી બચી શકશે.

ABOUT THE AUTHOR

...view details