લૉકડાઉન 4.0 છૂટછાટનો ભંગ : કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ડબલ સવારી અને રિક્ષાઓ ફરતી થઈ - Ahmedabad Police Commissioner
રાજ્યમાં ૧૮મી મે થી લૉક ડાઉનના ચૌથા તબક્કાનો અમલ કરવામાં આવી રહ્યો છે તેમાં આપવામાં આવેલી છૂટછાટ મુદે શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો પહેલા દિવસે જ ભંગ થતો નજરે પડે છે. કેટલાક ટુ વહીલર ડબલ સવારી અને રિક્ષાઓ ફરતી નજરે પડી હતી.
અમદાવાદ: વડાપ્રધાન મોદી દ્વારા લૉકડાઉન 4.0 કેટલીક છૂટછાટ અંગે ઈશારો આપ્યો હતો જેના ભાગરૂપે અમદાવાદના નોન-કન્ટેમેન્ટ વિસ્તારોમાં કેટલીક બાબતોની છૂટ આપવામાં આવી છે, જોકે તેનો ભંગ થતો નજરે પડે છે. શહેરના કન્ટેનમેનય વિસ્તારમાં આવતા દાણીલીમડામાં કેટલાક લોકો ટુ વહીલર પર ડબલ સવારી જ્યારે કેટલાક રિક્ષાઓ ફરતી જોવા મળી હતી. નોંધનીય છે કે શહેર પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં રિક્ષા ચાલકોને મંજૂરી આપવામાં આવી નથી અને ટુ વ્હીલરચાલકોને સિંગલ સવારી મુસાફરી માટે જ મંજૂરી આપી છે.