અમદાવાદઃ કોરોનાના કહેરને પગલે પૂરા દેશમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદેશથી આવતાં લોકો માટે અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે ક્વોરોન્ટાઈન બનાવવામાં આવ્યાં છે. ત્યારે નિકોલમાં તાપી આવાસ યોજના આસપાસના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. આ વિસ્તારમાં 100 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
અમદાવાદના નિકોલમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરવા સામે સ્થાનિકોનો હોબાળો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદેશથી આવતાં લોકો માટે ક્વોરોન્ટાઈન બનાવવામાં આવ્યાં છે. ત્યારે નિકોલમાં તાપી આવાસ યોજના આસપાસના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. આ વિસ્તારમાં 100 બેડનો ક્વોરોન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
નિકોલમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરવા સામે સ્થાનિકોનો હોબાળો
આસપાસની દસ સોસાયટીઓના રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો અને આઇસોલેશન વોર્ડનું સ્થળ બદલવાની લોકોની માગ હતી. કોર્પોરેશનની ટીમને લોકોએ કામ કરતા અટકાવ્યાં હતાં. કોર્પોરેશનની ટીમ રસ્તા પર જ સામાન સાથે ઉભી રહી હતી. નિકોલ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકાયો હતો.
800 મકાનો ડ્રો આ આવાસ યોજનામાં થઈ ગયો છે. નિકોલ શેલ્બી હોસ્પિટલ પાછળ તાપી એપાર્ટમેન્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના (આર્થિક નબળા વર્ગ માટેના મકાનો)માં આઇસોલેશન વોર્ડ ઉભો કરાઈ રહ્યો છે.
Last Updated : Mar 18, 2020, 8:28 PM IST