અમદાવાદ: શહેરમાં આજે આખો દિવસ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, પરંતુ વરસાદનો ફાયદો ઉઠાવીને અનેકવાર ઇન્ડસ્ટ્રીઝ અને કારખાના માલિકો સંગ્રહિત કરેલ કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણીને વરસાદી પાણી સાથે છોડી મુકતા હોય છે. જેને કારણે શહેરજનો કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણીથી લોકો ચામડીના રોગનો ભોગ બને છે.
અમદાવાદમાં વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ - chemical water
અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી મોહોલ સર્જાયો છે. અમદાવાદમાં અનેક વખત ઇન્ડસ્ટ્રીઝ અને કારખાના માલિકો સંગ્રહિત કરેલ કેમિકલ અને પ્રદૂષિત પાણીને વરસાદી પાણીમાં છોડી મુકતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

વહેલી સવારથી સતત વરસાદને પગલે પૂર્વમાં આવેલી ખારીકટ કેનાલમાં પાણી આવ્યું છે. નરોડાથી નારોલ સુધીના GIDC વિસ્તારના પ્રદૂષિત ગંદા કેમિકલયુક્ત પાણી ગટરમાં ઠલવાય છે. જે ઓવરફલો થઈને CTM એક્સપ્રેસ હાઈવે પાસે પસાર થતી ખારીકટ કેનાલમાં પડી રહ્યાં છે. આ ગંદા પાણી આસપાસના વિસ્તારોમાં સવારથી બપોર સુધીમાં ફરી વળ્યા હતાં. સમગ્ર કેનાલ પ્રદૂષિત બની છે.
નરોડા રોડ ઉપર આવેલ વ્રજ વલ્લભપુરાની ચાલી ખાતે ગટરમાંથી લાલ કલરનું પાણી નીકળતા લોકોમાં ડર ફેલાયો હતો. આ અંગે ઉત્તર ઝોનના અધિકારીઓનું ધ્યાન દોરતા કોઈ અધિકારી ફરક્યા પણ ન હતા. સ્થાનિક કાઉન્સિલર યશવંત યોગીએ પણ અનેક અધિકારીઓનો સંર્પક કર્યા હતાં, પરંતુ કેમિકલ અને પ્રદૂષિત પાણીના નિકાલના મસમોટા હપ્તા લેતાં અધિકારીઓ ફરક્યા જ નહીં. હાલ અનેક જગાએ આવા કેમિકલયુક્ત પાણી ફરી વળ્યાં છે.