ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ઈન્દ્રપુરી વોર્ડના સ્થાનિકો આજે પણ જંખી રહ્યા છે વિકાસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના ઉમેદવારો મત માગવા માટે સ્થાનિકોની વચ્ચે જતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ સ્થાનિકોને કોઈપણ સુવિધાઓ મળતી ન હોવાના કારણે અમદાવાદ ઇન્દ્રપુરી વોર્ડના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના ઈન્દ્રપુરી વોર્ડના સ્થાનિકો આજે પણ જંખી રહ્યા છે વિકાસ
અમદાવાદના ઈન્દ્રપુરી વોર્ડના સ્થાનિકો આજે પણ જંખી રહ્યા છે વિકાસ

By

Published : Jan 24, 2021, 8:59 PM IST

  • હું વોર્ડ આ મારી વાત!
  • જાહેર થઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
  • પાંચ વર્ષમાં એક પણ વખત પ્રતિનિધિઓ નહીં દેખાતા સ્થાનિકોમાં રોષ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવારો નક્કી કરવા માટેની કામગીરી પણ જે તે પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે, અનેક વિસ્તારો એવા છે કે જે આગળ વોટ માંગવા સિવાય એક પણ વખત કાઉન્સિલર પ્રજાની વચ્ચે ગયા નથી તો આજે વાત કરીશું એવા જ એક વિસ્તાર એટલે કે ઇન્દ્રપુરી વોર્ડની ક્યાં આગળ વોર્ડમાં કેટલા કામો થયા અને કેટલાક કામો બાકી રહ્યા જોઓ વિશેષ અહેવાલમાં

અમદાવાદ ઇન્દ્રપુરી વોર્ડના સ્થાનિકોમાં રોષ

ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના ઉમેદવારો મત માગવા માટે સ્થાનિકોની વચ્ચે જતા હોય છે પરંતુ ચૂંટણીમાં વિજ્ય મેળવ્યા બાદ કોઈપણ પ્રતિનિધિ સ્થાનિકોને હાલચાલ અને તેમની પ્રાથમિક જરૂરિયાત માટે કોઈપણ સુવિધાઓ મળતી ન હોવાના કારણે અમદાવાદ ઇન્દ્રપુરી વોર્ડના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના ઈન્દ્રપુરી વોર્ડના સ્થાનિકો આજે પણ જંખી રહ્યા છે વિકાસ

પ્રાથમિક સુવિધાઓનો વિસ્તારમાં છે અભાવ

ઇન્દ્રપુરી વોર્ડ સિટીએમ વિસ્તારથી આગળ જતાં ઇન્દ્રપુરી વોર્ડ જ્યાં આગળ અનેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલી પ્રજાઓ પોતાના નેતા આગામી વર્ષોમાં કાર્ય કરે અને સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપે તે પ્રકારની માગણી કરી રહ્યા છે તકલીફની જો વાત કરીએ વિસ્તારમાં રસ્તાઓ, રખડતા ઢોર, પીવાના શુદ્ધ પાણી સહિત અનેક પ્રકારની સમસ્યાઓથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે. આ સ્થાનિકોને પોતાના મતથી વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા તમામ કાઉન્સિલરો થોડું કાર્ય કરે અને તેમના વોર્ડને સક્ષમ બનાવે તેવી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.

કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં કશુક ચૂકતું તંત્ર

ચૂંટણી આવતાંની સાથે જ તમામ પક્ષોના ઉમેદવારો પોતાનો મત જીતવા માટે મતદારોને રિઝવવા માટે અનેક વાયદાઓ કરતા હોય છે પરંતુ આ વાયદાઓ પૂરા કરવા માટે ક્યાંક ઉમેદવારોની અને કાઉન્સિલરની મહેનત ઓછી પડી જાય છે.

વોર્ડ નંબર 42ના કાઉન્સિલરના નામ

1. કાશીબેન પરમાર
2. શિલ્પા બેન પટેલ
3. રમેશ ભાઈ દેસાઈ
4 શૈલેષભાઈ પટેલ

મહત્વનું છે કે, સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે, વિસ્તારમાં રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેને નિયંત્રણ આવે અને તમામ પ્રશ્નોનો નિરાકરણ આવે તે માટે રાહ જોઈ રહ્યા છે. કારણ કે, પોતાના સત્તાના પાંચ વર્ષ પુરા થયા હોવા છતાં પણ આ વિસ્તારોમાં પ્રાથમિક કાર્ય કરવામાં ન આવતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવે આગામી ચૂંટણીમાં ઇન્દ્રપુરી વોર્ડના સ્થાનિકોની સ્મસયાનો હલ ક્યારે આવે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details