અમદાવાદઃકથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓને લઈને પોલીસે એક્શન (Ahmedabad police) મોડમાં કામગીરી કરી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના (Amraiwadi police Station) લોકોએ પોલીસ સ્ટેશન જઈને એવી માંગ કરી હતી કે, આ વિસ્તારમાં છાના ખૂણે ધમધમતા જુગારના અડ્ડા (Gambling case in ahmedabad) પર દરોડા પાડીને એને બંધ કરી દેવમાં આવે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા બહુજન સમાજના યુવાનો, આગેવાનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં PIને (Amraiwadi police Station PI) લેખીતમાં અરજી કરી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, વિસ્તારમાં છાના ખુણે ચાલતા જુગારના અડ્ડા બંધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત પોલીસની શી ટીમ થકી સ્કૂલ-કૉલેજની બહાર જે આવારા તત્વો બેસે છે એની સામે પગલાં લેવામાં આવે.
આ પણ વાંચોઃ આણંદમાં વરસાદના કારણે સરકારી ચોપડે 200થી વધુ મકાનોને નુકસાન
જુગારધામ ધમધમે છેઃ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જુગારના અડ્ડા ધમધમે છે. મોટા પાયે જુગારની હાટડીઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં યુવાધન ખરાબ થઈ રહ્યું છે. આ ઉપરાંત શાળા કૉલેજની બહાર કેટલાક રોમિયોના આંટાફેરા વધ્યા છે. જેને ધ્યાને લઈને અમરાઈવાડી વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને લેખીત અરજી કરી હતી. આ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે, પોલીસ આ અંગે યોગ્ય તપાસ કરીને, પેટ્રોલિંગ કરીને છુપી રીતે ચાલતા જુગારના અડ્ડાઓ બંધ કરાવે. અમરાઈવાડી વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી જુગારને લઈને કુખ્યાત છે.