- કોરોના ની સારવાર માટે અમદાવાદમાં લોકલ આધાર કાર્ડની જરૂરિયાત
- કોર્પોરેશનની કોઈપણ હોસ્પિટલમાં દાખલ થવું હશે તો અમદાવાદ આધાર કાર્ડ જરૂરી
- અમદાવાદ આધાર કાર્ડ હોય તો કોર્પોરેશન માં દાખલ થવું પડી શકે છે મુશ્કેલી
અમદાવાદ: જિલ્લાની કોર્પોરેશનની હોસ્પિટલોમાં દાખલ થવા માટે તંત્ર દ્વારા ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ જે-તે નિયમોને રાજ્ય સરકારની ગાઇડ લાઇન વિરુદ્ધ હોવાના કારણે હાઇકોર્ટ દ્વારા જ સુઓમોટોની સુનાવણી કરવામાં આવી હતી તે દરમિયાન પણ આ માટે ચોક્કસ વાત કરવામાં આવી હતી અને આ મુદ્દા અંગે જલ્દીથી સમાધાન કરવામાં આવે તેવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.
કોરોનાની સારવાર અમદાવાદમાં કરાવવા માટે લોકલ આધારકાર્ડ ફરજિયાત આ પણ વાંચો :ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને પ્રવેશ ન મળતા રોષ
800થી વધુ કોરોના દર્દીઓ અમદાવાદ બહારના
કોર્પોરેશન દ્વારા જાહેર કરાતી માહિતી આપવામાં આવ્યા છે અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલોમાં 800થી વધુ દર્દીઓ અમદાવાદ બહારના સારવાર લઇ રહ્યા છે. તમામ દર્દીઓને ક્યારેક પૂરતી સારવાર મળી રહે છે તે જોવું પણ એક મહત્વનો રહેશે કારણકે તંત્ર દ્વારા જે ઓળખાણ નિયમો બનાવવામાં આવ્યા છે તેના કારણે નાગરિકોના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર પોતાના આગવા નિયમો બંધ કરી અને લોકોની સારવાર પર પૂરતું ધ્યાન ક્યારથી આપે છે તે જોવું પણ મહત્વનું રહે છે કારણ કે કોરોના ના કેસ ગતિથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહ્યા છે ત્યારે ચોક્કસ ચિંતાનો વિષય બની રહ્યું છે.