અમદાવાદ:આજની યુવા પેઢીમાં જોવા મળતું લિવ ઇન રિલેશનશિપનું(Live in relationship) વલણ ઘણી બધા શહેરોમાં જોવા મળે છે, પરંતુ લિવ ઇન રિલેશનશિપનો એક વિચિત્ર કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં જેમાં એક યુગલે લિવ ઇન રિલેશનશિપ કરાર(Live in Relationship Agreement) કરેલા છે અને તેમાં તેમને પોલીસ રક્ષણ મેળવવા માટે થઈને હાઇકોર્ટમાં અરજી(Police Protection Application In High Court) કરેલી છે.
આ પણ વાંચો:ભારતમાં એક એવો સમાજ જ્યાં આત્માઓના પણ થાય છે લગ્ન
શું છે સમગ્ર મામલો? -આ કેસની વિગતો જોઈએ તો, આ યુગલ બન્ને નાનપણથી મિત્રો છે. તેઓ લગ્ન કરવા માંગે છે, પરંતુ આ કેસમાં છોકરાની ઉંમર 19 વર્ષની છે. જ્યારે કાયદાકીય રીતે જોવા જઈએ તો લગ્ન કરવા માટે છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે. તેથી જ્યાં સુધી છોકરો પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી આ યુગલ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે.
હાઇકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત -યુવક અને યુવતી બન્ને 19 વર્ષના છે. કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ લગ્ન વગર સાથે રહેવા માંગે છે. આ માટે થઈને તેમણે લિવ ઇન કરાર પણ કરેલા છે. હાલ આ કપલ માતા પિતાનું ઘર છોડીને અલગ રહી રહ્યા છે, પરંતુ તેમના પરિવાર દ્વારા આ વાતનું વિરોધ કરવામાં આવે છે. અને બન્ને માતા પિતા તેમને ધમકી આપીને દબાણ પણ કરી રહ્યા છે કે આ સંબંધનો અંત લાવો અને ઘરે પરત આવી જાઓ. જેથી આ યુગલ દ્વારા પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી. પોલીસ રક્ષણ ઉપલબ્ધ ન કરવામાં આવતા, તેમણે હાઇકોર્ટમાં પોલીસ રક્ષણ માટેની અરજી કરી છે. તેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.