અમદાવાદ: કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનિંગ, હેલ્થ ચેક–અપ, સેનિટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલાં લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ 24 કલાકમાં લોકોના હેલ્થ ચેક અપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.
અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત - અમદાવાદ લોકડાઉન 3.0
કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનિંગ, હેલ્થ ચેક–અપ, સેનિટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલાં લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશ બોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ 24 કલાકમાં લોકોના હેલ્થ ચેક અપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.
![અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત Live Dash Board functioned in the health branch of the district panchayat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7200441-288-7200441-1589468477191.jpg)
જિલ્લા પંચાયતના આરોગ્ય શાખામાં લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, “જિલ્લામાં કોરોનાનું નિયંત્રણ કરવા અનેક પગલાં લેવાયા છે. તે પૈકી હેલ્થ ચેક અપ પણ મહત્વનું પાસુ છે. જો કે, આટલી મોટી સંખ્યામાં એક સાથે હેલ્થ ચેક અપ કરવું અઘરું છે, ત્યારે આના માટે આરોગ્ય શાખા દ્વારા લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું છે.’
Last Updated : May 15, 2020, 12:01 AM IST