અમદાવાદ- ગુજરાતના પડોશી રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. બાકીનો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે. ગુજરાતમાં દારૂબંધી (Liquor ban in Gujarat ) છે, જ્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી. જેથી ગુજરાતમાં રાજસ્થાનના માર્ગે જ રાજસ્થાન અને હરિયાણાથી વિદેશી દારૂ (Liquor imported from other states in Gujarat) ઘુસાડાય છે. અને અબજો રૂપિયાનો વેપલો( Liquor sale in Gujarat ) કરાય છે. ગુજરાતીઓ ધૂમ રૂપિયા ખર્ચીને પણ વિદેશી દારૂ ગટગટાવે છે.
બેરોકટોક ટ્રક ગુજરાતમાં ઘુસી જાય છે -રાજસ્થાન અને હરિયાણાથી મોટા ભાગનો વિદેશી દારૂ ગુજરાતમાં આવે છે. અને તે ગુજરાતની શામળાજી બોર્ડર તેમજ મેઘરજની ઉંડવા બોર્ડરથી આવે છે. ચેકપોસ્ટ પર બાતમીને આધારે જ ટ્રકની તપાસ થાય છે, અન્યથા મોટાભાગની ટ્રકો એમને એમ આવી જાય છે. શામળાજી બોર્ડરથી આવતી વિદશી દારૂની ટ્રકો પોલીસના હપતા સાથે જ આવી જાય છે. સુત્રોના કહેવા પ્રમાણે પોલીસનું સેટિંગ હોય તો જ આવી રીતે બેરોકટોક ટ્રક (Liquor imported from other states in Gujarat) ગુજરાતમાં આવી જાય છે.
દારૂ પર જીએસટી નથી-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરની વાત કરીએ તો આ બન્ને સ્ટેટની બોર્ડર પર કડક ચેકિંગ હોય છે. જેથી વિદેશી દારૂ લાવવો મુશ્કેલ છે. બીજી તરફ દારૂ પર ટેક્સ રેશિયો વધારે છે. દારૂ પર જીએસટી લાગુ કરાયો (No GST on alcohol) નથી. જેથી ટેક્સના વધારાને કારણે રાજસ્થાનનો દારૂ વધારે સસ્તો છે. આથી રાજસ્થાનથી દારૂ ગુજરાત (Liquor imported from other states in Gujarat) આવી રહ્યો છે.