અમદાવાદઃ સમગ્ર શહેરમાં દૂધની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. છતાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં મેડિકલ બંધ હાલતમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં કોરોનાના કેસ વધુ આવવાથી તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદના રેડ ઝોન વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ પર લાઈનો લાગી - અમદાવાદ મેડિકલ સ્ટોર્સમાં લાઈન
અમદાવાદ શહેર કોરોના વાઇરસના રેડ ઝોન વિસ્તારમાં છે. જેથી અહીં સ્થાનિક તંત્રની સૂચના પ્રમાણે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમગ્ર અમદાવાદમાં માત્ર દૂધની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ જ શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
![અમદાવાદના રેડ ઝોન વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ પર લાઈનો લાગી ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7125538-35-7125538-1589008321269.jpg)
અમદાવાદના તમામ વિસ્તારોમાં પ્રાઇવેટ ક્લિનિક ખુલ્લા રાખવાનો આદેશ અપાયો છે. ત્યારે હવે તંત્ર દ્વારા મેડિકલ સ્ટોર્સ માટે પણ આ નિયમ બહાર પાડવો જરૂરી બન્યો છે. કારણ કે, કોટ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હોવાથી કોઈને બહાર આવવા દેવામાં આવતા નથી. જેથી નાગરિકોને જીવન બચાવવા જરૂરી દવાઓ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. કોટ વિસ્તારમાં કોરોના વાઇરસના ડરથી મોટાભાગની મેડિકલ સ્ટોર્સ બંધ રહે છે. જેથી શરૂ રહેનારી મેડિકલ સ્ટોર્સ પર લાંબી કતારો જોવા મળે છે.
શહેરમાં કોરોના વાઇરસના હોટસ્પોટ એવા દરિયાપુર વિસ્તરમાં ETV BHARATને આવી પરિસ્થિતિ જોવા મળી હતી. જ્યાં મોટાભાગની દવાની દૂકાનો બંધ રહેતાં દિલ્હી દરવાજા પાસેની મેડિકલ સ્ટોર્સ પર લાઈનો જોવા મળી હતી.