- મયુકર માઇકોસીસના મહામારી જાહેર
- ઇન્જેક્શનના કાળાબજારી કરી શરૂ
- 300ના ઇન્જેક્શનના 3,000 ચૂકવાય છે
મ્યુકર માઇકોસીસના ઇન્જેક્શનની કાળા બજારીને લીધે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઇન
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના બાદ મ્યુકર માઇકોસીસના નામના રોગે લોકોમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ આ રોગ મહામારી જાહેર કરી દેવામાં આવી છે. સરકારે અમદાવાદમાં એસ.સી.જી હોસ્પિટલ ખાતેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે ઈન્જેકશન આપવાની જાહેરાત કરી હતી, તેને જ ધ્યાનમાં રાખીને વહેલી સવારથી દર્દીઓના સંબંધીઓને ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઉભા રહેવું પડ્યું હતું. તંત્રની અવ્યવસ્થાને કારણે તેમણે ધક્કો ખાવો પડયો હતો. જો કે, ત્યારબાદ તંત્ર જાહેર કર્યું કે ઇન્જેક્શનનો જથ્થો એલ.જી હોસ્પિટલ ખાતેથી મળી રહેશે.
આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકરમાઈકોસિસના વધુ 7 દર્દીઓ નોંધાયા, કુલ આંક 103 પર પહોંચ્યો, 5 દર્દીઓના મોત થયા
ઇન્જેકશન લેવા માટે દર્દીઓની લાંબી લાઈન
મ્યુકર માઇકોસીસના અમદાવાદ સહિતના શહેરોમાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ આ મુદ્દે નોંધ લઇ અને તેને મહામારી જાહેર કરી છે. આ સારવારનો ખર્ચ દર્દીઓને લાખો રૂપિયામાં પડે છે તો તેની દવાઓ મળવામાં પણ મહા મુસીબતનો સામનો લોકો કરી રહ્યા છે. બીજી તરફ પહેલા સરકાર દ્વારા ઇન્જેક્શન એસ.વી.પી હોસ્પિટલ માંથી આપવામાં આવશે, તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ઇન્જેકશન લેવા માટે દર્દીઓની લાંબી લાઈન લાગી જતા ત્યારબાદ હોસ્પિટલની બહાર ઈન્જેકશન નહીં મળે તે પ્રકારનું બોર્ડ મારી દેવામાં આવ્યું હતું.
ઇન્જેક્શનોની કાળાબજારી શરૂ
તંત્રના અણઘડ નિર્ણય અને યોગ્ય આયોજનના અભાવે દર્દીઓના સબંધીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે જે રીતે વાત કરે હાલ મ્યુકર માઇકોસીસને મહામારી જાહેર કરી દેવાઈ છે અને તેને લઈને ઇન્જેક્શનોની કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે, ત્યારે તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલમાં ઈન્જેક્શન મળી રહેશે તે પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય આયોજનના અભાવે હાલાકી નાગરિકો ભોગવી રહ્યા છે.