ગુજરાત

gujarat

ETV Bharat / city

Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે - ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને લાભ

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) હંમેશા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તત્પર હોય છે. તેવામાં યુનિવર્સિટીની લાઈબ્રેરી ગ્રંથાલય સપ્તાહની (Library Week) ઉજવણી કરશે, જે અંતર્ગત લાઈબ્રેરીમાં (Library) વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવશે. પુસ્તકો લેવા માટે સક્ષમ ન હોય તેવા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને આનાથી ફાયદો થશે.

Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે
Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે

By

Published : Nov 15, 2021, 12:07 PM IST

  • ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) પણ ગ્રંથાલય સપ્તાહની (Library Week) કરશે અનોખી ઉજવણી
  • ગુજરાત યુનિવર્સિટીએ પ્રજ્ઞા પુસ્તક પરબ અભિયાન (Pragya Book Parab Abhiyan) શરૂ કર્યું
  • 1 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયાની કિંમતના પુસ્તકો (Books) વિનામૂલ્યે અપાશે

અમદાવાદઃ સમગ્ર દેશમાં 14 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ગ્રંથાલય સપ્તાહની (Library Week) ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉજવણીમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) પણ જોડાઈ છે. યુનિવર્સિટીએ આ સપ્તાહની ઉજવણી દરમિયાન એક અલગ જ પહેલ કરશે. આ ઉજવણી દરમિયાન યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં (Library of University) વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવશે. આ માટે યુનિવર્સિટીએ વિશેષ વ્યવસ્થા પણ કરી રાખી છે. યુનિવર્સિટીએ પ્રજ્ઞા પુસ્તક પરબ અભિયાન (Pragya Book Parab Abhiyan) પણ શરૂ કર્યું છે.

ગુજરાત યુનિવર્સિટીએ પ્રજ્ઞા પુસ્તક પરબ અભિયાન (Pragya Book Parab Abhiyan) શરૂ કર્યું

આ પણ વાંચો-RRU અને BISAG-IN વચ્ચે MOU- નિપુણ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના પ્રશિક્ષણ મેળવી શકશે

જે લોકો પુસ્તક આપવા માગતા હોય તેમની પણ પુસ્તકો સ્વીકારાશે

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ગાર્ડનમાં (Gujarat University Library Garden) પ્રજ્ઞા પુસ્તક પરબ અભિયાન (Pragya Book Parab Abhiyan) શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયને (Gujarat University Library) ભેટમાં આવેલા પુસ્તક વિદ્યાર્થીઓ તેમ જ વાંચનપ્રેમીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. તેમ જ જે લોકો પણ યુનિર્સિટીને પુસ્તક આપવા માગતા હોય તે પણ પુસ્તક લેવામાં આવશે. આ ઉપરાંત અહીં 1 રૂપિયાની કિંમતના પુસ્તકોથી લઈને 5 હજાર સુધીના પુસ્તકો મૂકવામાં આવ્યા છે, જે લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

આ પણ વાંચો-લેકાવાડામાં 450 કરોડ રૂપિયાના ખર્ચે બનશે GTUનું નવું ગ્રીન કેમ્પસ, કેમ્પસનો 3D વ્યૂ જોઈ લો માત્ર ETV Bharat પર

ગુજરાત યુનિવર્સિટીની પહેલ

સવારે 9 થી 12ના સમયમાં ગ્રંથાલય દ્વારા ગાર્ડનમાં પુસ્તકો લઈને બેસવામાં આવશે. જ્યારે હાલમાં કોઈ યુનિવર્સિટીમાં આ પ્રકારનું અભિયાન ચાલવામાં આવતું નથી ત્યારે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા આ પ્રથમ પહેલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details