ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં 36 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ - Micro Contentment Zone

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડા સાથે અમદાવાદમાં પણ કોરોનાના આંકડાઓ ઘટતા જોવા મળી રહ્યા છે. કોરોનાના ઘટતા કેસના કારણે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાંથી આજે 36 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કરાયા છે. તો બીજી તરફ શહેરમાં નવા એક પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો વધારો થયો નથી.

અમદાવાદમાં 36 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ
અમદાવાદમાં 36 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ

By

Published : Dec 12, 2020, 12:01 PM IST

  • અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો
  • આજે એક પણ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નહીં
  • અમદાવાદના લોકો માટે રાહતના સમાચાર
  • શહેરમાં 116 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે


અમદાવાદઃ આજે વધુ 36 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. વિસ્તારોની વાત કરીએ તો શહેરના સાત ઝોનમાંથી સાઉથ ઝોનના 8, ઈસ્ટ ઝોનના 9, નોર્થ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 5, વેસ્ટ ઝોનના 5 અને ઉત્તર પશ્ચિમ ઝોનના 7 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

અમદાવાદમાં નવા 266 કેસ તો 270ને ડિસ્ચાર્જ કર્યા

રાજ્ય સહિત અમદાવાદમાં પણ કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ સતત ત્રીજા દિવસે શહેરમાં 300થી નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 266 નવા કેસ નોંધાયા છે.શહેરમાંથી 270 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છેવધુ 8 દર્દીના મોત પણ કોરોનાના કારણે થયા છે. મહત્ત્વનું છે કે, અત્યાર સુધી શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો 53,161 પર પહોંચ્યો છે.46, 983 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,147ને પાર થયો છે.

ABOUT THE AUTHOR

...view details