ગુજરાત

gujarat

ETV Bharat / city

Exclusive Interview Dr. Shefali Desai: મહિલાઓની સાથે પુરુષોમાં પણ જોવા મળી રહ્યું છે બ્રેસ્ટ કેન્સર, જાણો કારણ... - વિશ્વ કેન્સર દિવસ 2022

આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day 2022) નિમિત્તે Etv Bharatએ બ્રેસ્ટ સર્જન સાથે ડોક્ટર શેફાલી દેસાઈ સાથે વાત કરી હતી. તેમણે બ્રેસ્ટ કેન્સર (know about Breast Cancer) વિશે શું કહ્યું જાણો...

Exclusive Interview Dr. Shefali Desai
Exclusive Interview Dr. Shefali Desai

By

Published : Feb 4, 2022, 11:15 AM IST

અમદાવાદ: 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ (know about Breast Cancer) તરીકે ઉજવાય છે. વર્તમાન સમયમાં અવ્યવસ્થિત જીવનશૈલી, અશુદ્ધ ખાણી-પીણી અને નશીલા પદાર્થોની આદતથી કેન્સર જેવા રોગો વધ્યાં છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પણ વધ્યું છે. આ મુદ્દે Etv Bharatએ બ્રેસ્ટ સર્જન સાથે ડોક્ટર શેફાલી દેસાઈ (Exclusive Interview Dr. Shefali Desai) સાથે વાત કરી હતી.

મહિલાઓની સાથે પુરુષોમાં પણ જોવા મળી રહ્યું છે બ્રેસ્ટ કેન્સર, જાણો કારણ...

સવાલ: ભારત અને ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના આંકડાઓ કેટલા છે?

જવાબ: ભારતમાં દર વર્ષે દોઢથી પોણા બે લાખ જેટલી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થાય છે. ગુજરાતમાં આ આંકડો 10 હજારથી વધુનો છે.

સવાલ: કઈ ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર થાય છે, તેનું નિદાન કેવી રીતે કરી શકાય?

જવાબ: 20 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. સામાન્યત 30થી 40 વર્ષની ઉંમરે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વધુ જોવા મળે છે. સૌપ્રથમ તો વ્યક્તિએ પોતાની જાતે બ્રેસ્ટનું નિરીક્ષણ કરવુ જોઈએ. બ્રેસ્ટમાં ગાંઠ જેવું લાગે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 40 વર્ષ પછી મહિલાઓએ દર વર્ષે મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવા જોઈએ. દરેક કેન્સરની જેમ આ કેન્સરના પણ ચાર સ્ટેજ હોય છે. જેમાં પ્રથમ સ્ટેજને અર્લી સ્ટેજ કહે છે. જેમાં કેન્સર બ્રેસ્ટ સુધી સીમિત હોય છે. બીજા સ્ટેજમાં તે બગલ સુધી પહોંચે છે. ત્રીજા સ્ટેજમાં સ્તનમાં મોટી ગાંઠ થાય છે. જ્યારે ચોથા સ્ટેજમાં તે લીવર, મગજ, ઓવરી વગેરે જગ્યાએ ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ: કેન્સર જાણે તે જીતે ડરે તે મરે, આવો સંકલ્પ કરી દરેકને જાગૃત કરવાની મુહિમમાં જોડાઇએ

સવાલ: ભારતમાં બ્રેસ્ટ કેન્સરને લઈને સારવારની કેવી સુવિધા ઉપલબ્દ્ધ છે?

જવાબ: બ્રેસ્ટ કેન્સરમાં પ્રથમ અને બીજા સ્ટેજમાં નિદાન થઈ જવું જોઈએ. પહેલા સ્ટેજમાં સર્જરી, કિમોથેરાપી અને રેડિએશન આપવામાં આવે છે. નાની ગાંઠને ઓપરેશન કરીને નીકાળી શકાય છે. સ્ટેજ ત્રણમાં કિમો કે હોર્મોનલ થેરાપી અપાય છે. થેરાપી બાદ સર્જરી કરાય છે અને રેડિએશન અપાય છે. ચોથા સ્ટેજમાં સર્જરી કરાતી નથી. તેમાં કિમો અને હોર્મોનલ થેરાપી અપાય છે. તે સ્ટેજમાં સાજા થવાની શકયતા ખૂબ ઓછી છે. અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે, દર્દીની બ્રેસ્ટ ન નિકાળવામાં આવે.

સવાલ: પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે?

જવાબ: બ્રેસ્ટ કેન્સરના કુલ કેસમાંથી 1 ટકા જેટલા કેસ પુરુષોમાં જોવા મળે છે. જે હોર્મોનલ ચેન્જને લઈને હોય છે. જોકે પુરુષ અને સ્ત્રીના હોર્મોન્સ અલગ હોવાથી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરનો ભય વધુ હોય છે.

આ પણ વાંચો: વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ 2022ની થીમ ‘ક્લોઝ ધ કેર ગેપ’ કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ

સવાલ: વિશ્વ કેન્સર દિવસે આપ શું સંદેશ આપશો?

જવાબ : હોર્મોનલ ચેન્જ, લાઇફસ્ટાઇલ, ભેળસેળ યુક્ત ખોરાક લેવાથી કેન્સરનું જોખમ વધે છે. ઇન્ફરટિલિટીની ટ્રીટમેન્ટમાં હોર્મોનલ થેરાપી અપાય છે. જેથી પણ આવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા વધુ છે. આથી દરેક વ્યક્તિએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details